Rajkot News/ રાજકોટમાં ચોંકાવનારી ઘટના, બોલાચાલી બાદ માતાએ સગી પુત્રી પર ફેંક્યું એસિડ

રાજકોટ શહેરમાં માતા-પુત્રીના ઝઘડાએ ભયાનક વળાંક લીધો. હોસ્પિટલ ચોક પાસે બોલાચાલી દરમિયાન માતાએ સગી 20 વર્ષની દીકરીના ચહેરા પર એસિડ (Rajkot Acid Attack) જેવો જવલનશીલ પદાર્થ ફેંકી દેતાં યુવતી ગંભીર રીતે દાઝી ગઈ. હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Acid Attack:બોલાચાલી બાદ માતાએ દીકરીનો ચહેરો દાઝાવ્યો

Rajkot News: રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. હોસ્પિટલ ચોક વિસ્તારમાં સગી માતાએ પોતાની 20 વર્ષની દીકરીના ચહેરા પર એસિડ (Rajkot Acid Attack) જેવો જવલનશીલ પદાર્થ ફેંકી દેતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનામાં યુવતીના ચહેરા પર ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હાલ યુવતીની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ કુબલીયાપરા વિસ્તારમાં રહેતી યુવતીના બીજા લગ્ન થયા બાદ સાસરિયા પક્ષ સાથે કોઈ કારણસર મતભેદ સર્જાયા હતા. ત્યારબાદ યુવતીની માતા આશાબેન તેને જામનગરના દરેડ ગામેથી પરત લાવવા માટે ગયા હતા.

Rajkot Acid Attack:યુવતીનો ચહેરો દાઝ્યો

બંને માતા-પુત્રી રીક્ષામાં રાજકોટ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રામનાથ પરા સમશાન નજીક કપીલા હનુમાન રોડ પરથી પસાર થતાં સમયે બંને વચ્ચે ભંગાર વીણવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.આરોપ છે કે ઝઘડો વધી જતા રસ્તા પર પડેલી જવલનશીલ પદાર્થ (Rajkot Acid Attack) ભરેલી કાચની બોટલ માતાએ દીકરી તરફ ફેંકી હતી. બોટલમાં રહેલો પદાર્થ યુવતીના ચહેરા પર પડતાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી.

ઈજાગ્રસ્ત યુવતી તરત જ જાતે દોડી સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) પહોંચી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ જેઠવા સહિતની ટીમ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી છે.પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને યુવતીના નિવેદનના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:જૂનાગઢમા બે બહેનો ઉપર થયો એસિડ એટેક

આ પણ વાંચો:અમદાવાદમાં કેમિકલ એટેક, પતિ દ્વારા પત્ની પર હુમલો, CCTV આધારે આરોપીની ધરપકડ

આ પણ વાંચો:સુરતમાં ઝૂલામાં ગળેફાંસો આવી જતા 1 વર્ષની બાળકીનું મોત