Ahmedabad News:અમદાવાદના નરોડા વિસ્તારમાં ગેલેક્સી ચાર રસ્તા પાસે રહેણાંક સોસાયટીમાં એક યુવતી પર જ્વલનશીલ પદાર્થ ફેંકવાની ઘટના સામે આવી છે. યુવતી કામ પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે મોટરસાઇકલ પર બે માણસો સોસાયટીના પરિસરમાં ઘૂસી ગયા અને તેના પર જ્વલનશીલ પદાર્થ (Acid Attack) ફેંક્યો.
દાઝી ગયેલા યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં જ સરદાર નગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે હવે આ મામલે સંપૂર્ણ તપાસ શરૂ કરી છે.
આ ઘટના અંગે ટિપ્પણી કરતા, જનતા સેના ગુજરાતના પ્રમુખ કલ્પેશ પરમારે આરોપ લગાવ્યો કે દલિત સમુદાયની એક યુવતી અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા તેના કાર્યસ્થળ એક કાર શોરૂમથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે બે અજાણ્યા બાઇક સવારો તેની રહેણાંક સોસાયટીની બહાર આવ્યા અને તેના પર એસિડ અથવા તેના જેવું જ્વલનશીલ પદાર્થ (Acid Attack) ફેંક્યો. આ હુમલામાં યુવતી દાઝી ગઈ હતી. તેના પરિવારના સભ્યો અને સ્થાનિક રહેવાસીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, તેને આંખોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તેને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.
અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસીને યુવતી પર ફેકયો જ્વલનશીલ પદાર્થ (Acid Attack)
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા ગેલેક્સી વિસ્તારમાં એક યુવતી પર થયેલા કેમિકલ એટેકની ઘટના સામે આવી છે, જેમાં આરોપી તરીકે તેના પતિ જતીન પટેલની ધરપકડ કરવામાં આવી છે. CCTV ફૂટેજના આધારે પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને રાઉન્ડઅપ કરાયો
પ્રાથમિક તપાસ મુજબ, જતીન પટેલે પોતાની પત્ની પર “કોરોઝિવ” પ્રકારનું કેમિકલ ફેંક્યું હતું. બંનેએ લગભગ 13 વર્ષ પહેલા પરિવારના વિરોધ છતાં લવ મેરેજ કર્યા હતા, પરંતુ છેલ્લા છ મહિનાથી બંને વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો હતો. પત્ની દ્વારા અવારનવાર મહેણાં-ટોણાં મારવામાં આવતા હોવાના કારણે જતીને આ ભયાનક કાવતરું રચ્યું હોવાની માહિતી સામે આવી છે. આરોપી અગાઉ નરોડા GIDC વિસ્તારમાં કામ કરતો હતો. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ કેમિકલ ક્યાંથી લાવવામાં આવ્યું અને આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં.
ગઈ કાલે અમદાવાદના સરદારનગરમાં નીલકમલ સોસાયટી પાસે એક ભયાનક એસિડ અટેકની ઘટના સામે આવી હતી. 27 વર્ષીય પરિણીતા યુવતીને અજાણ્યા શખ્સે કોરોઝિવ સબસ્ટન્સ નાખીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધી હતી. હાલ પીડિતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પરિણીતા યુવતી ઓટોમોબાઈલ ઉદ્યોગમાં કામ કરે છે. તે પોતાના પિયરમાં રહેવા આવી હતી. શુક્રવારે સાંજે તે સ્થાનિક માર્કેટમાં જવા નીકળી હતી, ત્યારે નીલકમલ સોસાયટી પાસે એક અજાણ્યા વ્યક્તિએ તેના પર અચાનક કોરોઝિવ પદાર્થ (Acid Attack) ફેંક્યો. હુમલાખોર તરત જ ફરાર થઈ ગયો હતો.
પીડિતા યુવતીએ બૂમાબૂમ કરતાં સ્થાનિક લોકો એકત્ર થયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી. ડોક્ટર્સે તેની સ્થિતિને ગંભીર જણાવી છે. એસિડના (Acid Attack) કારણે તેના ચહેરા, હાથ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર બળતરા અને ઈજા થઈ છે.સરદારનગર પોલીસ સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:જૂનાગઢમા બે બહેનો ઉપર થયો એસિડ એટેક
આ પણ વાંચો:સુરતમાં ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ એટેક
આ પણ વાંચો:અમદાવાદમાં પ્રેમ લગ્નના બે વર્ષ બાદ પત્નીએ પતિ પર ફેંક્યું એસિડ
