Ahmedabad News/ 6 મહિના સુધી BRTS મુસાફરોને હાલાકી ભોગવવી પડશે! RTO સર્કલનું બસ સ્ટેન્ડ દૂર કરાયું

ચીમનભાઈ પટેલ બ્રિજની કામગીરીને કારણે અમદાવાદના RTO સર્કલ પાસેનું BRTS બસ સ્ટેન્ડ (Ahmedabad BRTS Bus Stand) દૂર કરાયું. હવે મુસાફરોએ નવી RTO બિલ્ડિંગ પાસે બસ પકડવી પડશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad BRTS Bus Stand: RTO સર્કલનું બસ સ્ટેન્ડ હટાવાયું

Ahmedabad News: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ચીમનભાઈ પટેલ બ્રિજને (Chimanbhai Patel Bridge) પહોળો કરવાની અને સુભાષબ્રિજ તરફ નવી પાંખ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીને પગલે RTO સર્કલ (RTO Circle) પાસે આવેલું BRTS બસ સ્ટેન્ડ (Ahmedabad BRTS Bus Stand) દૂર કરવામાં આવ્યું છે. આગામી છ મહિના સુધી બ્રિજનું કામ ચાલવાનું હોવાથી મુસાફરોની સુવિધા માટે નવા RTO બિલ્ડિંગના ગેટ નજીક કામચલાઉ કેબિન બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવ્યું છે.

Ahmedabad BRTS Bus Stand: નવા RTO બિલ્ડિંગના ગેટ પાસે કેબિન બસ સ્ટેન્ડ શરૂ કરાયું

BRTS વિભાગનો હવાલો સંભાળતા રાહુલ શર્માએ જણાવ્યું હતું કે, બ્રિજ પ્રોજેક્ટ વિભાગ તરફથી જાણ કરવામાં આવ્યા બાદ RTO સર્કલનું બસ સ્ટેન્ડ દૂર કરવામાં આવ્યું છે. હવે ચાંદખેડા અને ઝુંડાલ તરફથી આવતી BRTS બસો ચીમનભાઈ પટેલ બ્રિજ પરથી ઉતરી સુભાષબ્રિજ સર્કલ તરફ વળશે અને ત્યાંથી નવી RTO બિલ્ડિંગના ગેટ નજીક બનાવવામાં આવેલા કેબિન બસ સ્ટેન્ડ પાસે ઊભી રહેશે.

Ahmedabad BRTS Bus Stand: RTO સર્કલનું બસ સ્ટેન્ડ હટાવાયું
Ahmedabad BRTS Bus Stand: RTO સર્કલનું બસ સ્ટેન્ડ હટાવાયું

જોકે, આ કાયમી બસ સ્ટેન્ડ નથી. આગામી છ મહિના સુધી મુસાફરોએ રોડ પર ઊભા રહીને બસની રાહ જોવી પડશે. કાયમી સુવિધા ન હોવાથી તડકા અને અન્ય હવામાનની સ્થિતિમાં મુસાફરોને મુશ્કેલી પડી શકે છે.

ટ્રાફિક હળવો કરવા સુભાષબ્રિજ તરફ અલગ પાંખ બનશે

બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં સ્થળ પર યુટિલિટી તપાસવાની કામગીરી ચાલી રહી છે. બ્રિજની કામગીરીને કારણે RTO સર્કલનું કદ નાનું કરવામાં આવશે. નવો બ્રિજ તૈયાર થયા બાદ અખબારનગર તરફ જતાં વાહનો સીધા આગળ જઈ શકશે, જ્યારે સુભાષબ્રિજ અને RTO તરફ જતાં વાહનો માટે અલગ પાંખ બનાવવામાં આવી રહી છે. આ વ્યવસ્થાથી ટ્રાફિકની (Ahmedabad Traffic) સમસ્યા હળવી થવાની આશા છે.

બ્રિજ બન્યા બાદ સુભાષબ્રિજ અને RTO સર્કલ નીચે નવાં બસ સ્ટેન્ડ બનશે

બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ BRTS અને AMTSના મુસાફરોને સુવિધા મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. નવી વ્યવસ્થા મુજબ બસો સીધી અખબારનગર તરફ જવાને બદલે બ્રિજ પરથી સુભાષબ્રિજ તરફ જઈ સર્કલ ફરીને પસાર થશે.

તંત્ર દ્વારા સુભાષબ્રિજ પાસે નવું બસ સ્ટેન્ડ બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત RTO સર્કલ પાસે બ્રિજની નીચે નવું BRTS બસ સ્ટેન્ડ પણ તૈયાર કરવામાં આવશે.


આ પણ વાંચો: અમદાવાદમાં AMTS-BRTSના 13 બસ ડ્રાઇવર સસ્પેન્ડ: ટ્રાફિક નિયમોના ભંગ અને મુસાફરો સાથે ગેરવર્તણૂક બદલ કાર્યવાહી

આ પણ વાંચો: એક જ ટિકિટમાં AMTS–BRTSની મુસાફરી શક્ય બનશે, એક વર્ષમાં નવી વ્યવસ્થા અમલમાં આવશે

આ પણ વાંચો: અમદાવાદ BRTS સ્ટેશન પર મહિલાઓ સામે ટિકિટિંગ સ્ટાફની ગેરવર્તણૂક, ગાળો બોલવાનો વીડિયો વાયરલ; કર્મચારીને નોકરીમાંથી હટાવ્યો