Ahmedabad News/ અમદાવાદ BRTS સ્ટેશન પર મહિલાઓ સામે ટિકિટિંગ સ્ટાફની ગેરવર્તણૂક, ગાળો બોલવાનો વીડિયો વાયરલ; કર્મચારીને નોકરીમાંથી હટાવ્યો

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા હિંમતલાલ પાર્ક બીઆરટીએસ (Ahmedabad BRTSસ્ટેશન પર ટિકિટિંગ સ્ટાફ દ્વારા મહિલાઓની હાજરીમાં ગાળો બોલવા અને મુસાફરો સાથે ગેરવર્તણૂક કરવાનો આક્ષેપ થયો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad BRTS સ્ટેશન પર મહિલાઓ સામે ગાળો બોલી દાદાગીરી

Ahmedabad News: અમદાવાદમાં બીઆરટીએસ બસ સ્ટેશન (Ahmedabad BRTS) પર ટિકિટિંગ સ્ટાફની કથિત ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. સેટેલાઈટ (Satellite BRTS Station)ના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા હિંમતલાલ પાર્ક બીઆરટીએસ (Himatlal Park BRTS) બસ સ્ટેન્ડમાં ટિકિટિંગ ફરજ બજાવતા કર્મચારી દ્વારા મહિલાઓની હાજરીમાં ગાળો બોલવા અને મુસાફરો સાથે ગેરવર્તણૂક કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ BRTS તંત્રએ સંબંધિત કર્મચારી સામે કાર્યવાહી કરી છે.

મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં ટિકિટિંગ સ્ટાફનો કર્મચારી મુસાફરો સાથે ઉગ્ર રીતે વાતચીત કરતો અને મહિલાઓની હાજરીમાં અપશબ્દો બોલતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળે સિક્યુરિટી ગાર્ડ પણ હાજર હોવાનું વીડિયોમાં જોવા મળે છે. ગાર્ડે પણ કર્મચારી દ્વારા ગાળો બોલવામાં આવી હોવાની વાત સ્વીકારી હોવાનું જણાવાયું છે.

Ahmedabad BRTS: મુસાફરો દ્વારા અગાઉ પણ ફરિયાદનો આક્ષેપ

BRTSમાં નિયમિત મુસાફરી કરતા કેટલાક યુવાઓએ આક્ષેપ કર્યો છે કે ટિકિટિંગ સ્ટાફ (BRTS Ticketing Staff)ની ગેરવર્તણૂક અંગે અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી હતી. મુસાફરોના જણાવ્યા પ્રમાણે, છૂટા પૈસા હોવા છતાં ટિકિટિંગ દરમિયાન યોગ્ય રીતે વ્યવહાર કરવામાં આવતો નથી.

કેટલાક મુસાફરોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સ્ટાફ દ્વારા ઘણી વખત ઉગ્ર વર્તન કરવામાં આવે છે. વીડિયો બનાવવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે મોબાઈલ ખેંચી લેવાની કોશિશ કરવામાં આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ તમામ આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

BRTS અધિકારીએ શું કહ્યું?

આ સમગ્ર મામલે BRTS વિભાગનો હવાલો સંભાળતા અધિકારી રાહુલ શર્માએ જણાવ્યું હતું કે પશ્ચિમ વિસ્તારમાં આવેલા BRTS બસ સ્ટેશનોમાં ટિકિટિંગનું કામ AGS નામની કંપનીને કોન્ટ્રાક્ટ આધારે સોંપવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે જે કર્મચારી સામે આક્ષેપ થયા છે, તેને હાલમાં નોકરીમાંથી દૂર કરી દેવામાં આવ્યો છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, સંબંધિત કંપની સામે પણ નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

કંપની સામે પણ કાર્યવાહી કરવાની તૈયારી

મહિલાઓની હાજરીમાં ગાળો બોલવા સહિતના આક્ષેપોનો વીડિયો વાયરલ થયા બાદ બીઆરટીએસ (Ahmedabad BRTS) તંત્રએ મામલાને ગંભીરતાથી લીધો છે. સંબંધિત ટિકિટિંગ કર્મચારીને ફરજમાંથી દૂર કરવામાં આવ્યો છે અને હવે કોન્ટ્રાક્ટર એજન્સી સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

જાહેર પરિવહન સેવામાં મુસાફરો સાથે કર્મચારીઓનું વર્તન જવાબદારીપૂર્ણ રહે તે જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ અને અન્ય મુસાફરોની હાજરીમાં ગેરવર્તણૂકના આક્ષેપો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા કરવામાં આવતી આગળની કાર્યવાહી પર હવે નજર રહેશે.


આ પણ વાંચો:અમદાવાદમાં AMTS-BRTSના 13 બસ ડ્રાઇવર સસ્પેન્ડ: ટ્રાફિક નિયમોના ભંગ અને મુસાફરો સાથે ગેરવર્તણૂક બદલ કાર્યવાહી

આ પણ વાંચો:અમદાવાદ SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત, BRTS બસ પીલ્લર સાથે અથડાઈ, ડ્રાઈવર ફસાયો

આ પણ વાંચો:અમદાવાદમાં BRTS ટ્રેક પર ગૌવંશની તસ્કરી કરતી કારનો ભયંકર અકસ્માત