Sports News : મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા IPL 2027 પહેલાં બીજી ટીમમાં જોડાવા માટે સતત ચર્ચામાં છે. અડધો ડઝન જેટલી ફ્રેન્ચાઈઝી સાથે ટ્રેડિંગ અંગે વાટાઘાટો ચાલી રહી છે, તે દરમિયાન હાર્દિકના ટ્રેડને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યાએ પોતાની જૂની ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) માં પાછા ફરવા માટે ઈચ્છા દર્શાવી હતી, પરંતુ શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમે આ ટ્રેડ ડીલ અટકાવી દીધી છે.
Hardik Pandya : કેપ્ટનશીપની શરતે અટકાવી વાપસીની ડીલ
હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સમાં વાપસી અંગે ફ્રેન્ચાઈઝી સાથે ચર્ચા કરી હતી. જોકે, તેણે શરત મૂકી હતી કે જો તે ટીમમાં પાછો આવે, તો તેને ફરીથી ટીમના કેપ્ટન બનાવવામાં આવે. ગુજરાત ટાઇટન્સે હાર્દિકની આ કેપ્ટનશીપની શરત સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો, જેથી આ સોદો શરૂ થાય તે પહેલાં જ રદ થઈ ગયો હતો.

ગિલને હાર્દિકની વાપસીથી વાંધો નહોતો, પરંતુ…
ફ્રેન્ચાઈઝીને ખેલાડી તરીકે હાર્દિકની વાપસીથી કોઈ વાંધો નહોતો. ગુજરાત ટાઇટન્સે આ અંગે વર્તમાન કેપ્ટન શુભમન ગિલ સાથે પણ વાતચીત કરી હતી અને ગિલ તેને ટીમમાં પાછો સામેલ કરવા તૈયાર પણ હતો. પરંતુ જ્યારે હાર્દિકે ફરીથી કેપ્ટનશીપ સોંપવાની માંગ કરી, ત્યારે મેનેજમેન્ટ અને ગિલ સહિત બધાએ આ માંગ નકારી કાઢી હતી.
ઉલ્લેખનીય છે કે 2022માં ગુજરાત ટાઇટન્સને પોતાની કેપ્ટનશીપમાં આઈપીએલ ચેમ્પિયન બનાવનાર હાર્દિક 2024માં મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો હતો. પરંતુ ત્યાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન રહેતાં અને વિવાદો વધતાં તેણે નવી ટીમની શોધ શરૂ કરી છે.
અડધો ડઝન ટીમો સાથે ટ્રેડની ચર્ચા
રિપોર્ટ્સ મુજબ, મુંબઈ ઈન્ડિયન્સ પણ હાર્દિકના બદલામાં અન્ય મુખ્ય ખેલાડી મેળવવા માટે ટ્રેડ કરવા ઉત્સુક છે. હાર્દિક સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), લખનૌ સુપર જાયન્ટ્સ (LSG), દિલ્હી કેપિટલ્સ (DC), ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) જેવી મોટી ટીમો રસ દર્શાવી રહી છે.
આ પણ વાંચો :Team India Playing XI: પ્રથમ ટેસ્ટમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન? સરફરાઝ ખાનને મળશે એન્ટ્રી?
આ પણ વાંચો :બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની આશાઓને મોટો ઝટકો, ભારત-બાંગ્લાદેશ સિરીઝ પર સંકટ ઘેરાયું
આ પણ વાંચો :IND vs SL: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે બહાર
