sports news/ ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર! ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી

India vs Pakistan Match Update: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચાલુ મેચે વરસાદ પડવાની શક્યતા છે.

Top Stories Sports
India vs Pakistan મેચ પર વરસાદનું સંકટ! અંબાલાલ પટેલની આગાહી

India vs Pakistan Rain Forecast: સમગ્ર વિશ્વ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તેવી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ ક્રિકેટ મેચ પર હવે મેઘરાજાનું ગ્રહણ લાગે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મેચના દિવસે વરસાદને લઈને ચિંતાજનક આગાહી કરી છે, જેના કારણે કરોડો ક્રિકેટ ચાહકોના જીવ અધ્ધર થઈ ગયા છે.

વરસાદ India vs Pakistan મેચ બગાડશે?

હવામાનની સચોટ આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતા છે. આ મેચમાં વરસાદને કારણે વિઘ્ન આવી શકે છે અને રમત ખોરવાઈ શકે છે.” તેમના મતે, કોલંબોમાં રવિવારે વાદળછાયું વાતાવરણ રહેશે અને મેચના મહત્વના તબક્કે જ વરસાદી ઝાપટાં પડી શકે છે.

India vs Pakistan મેચ પર વરસાદનું સંકટ! અંબાલાલ પટેલની આગાહી

કોલંબોમાં રવિવારે કેવું રહેશે વાતાવરણ?

અંબાલાલ પટેલની આગાહી મુજબ, કોલંબોમાં રવિવારે સવારથી જ વાદળોની અવરજવર રહેશે. રવિવારે રમાનારી આ મેચમાં વરસાદ પડવાની શક્યતા છે. જો વરસાદ વધારે પડશે તો ઓવરોમાં કાપ મૂકવામાં આવી શકે છે અથવા તો ચાહકોએ મેચ રદ થવાના આઘાતનો પણ સામનો કરવો પડી શકે છે.

ક્રિકેટ ચાહકોમાં નિરાશા

ભારત અને પાકિસ્તાનની મેચ હંમેશા રોમાંચક હોય છે, પરંતુ આ વખતે અંબાલાલની આગાહીએ ચાહકોની મજા બગાડી દીધી છે.


આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેનું કારનામું, ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો: બાંગ્લાદેશ BCCI સામે ઝૂક્યું? ભારત-પાકિસ્તાન મેચ કોલંબોમાં રમાવાની તૈયારી

આ પણ વાંચો: અંડર 19 વર્લ્ડ કપ બાદ વૈભવ સૂર્યવંશી હવે ડી વાય પાટીલ ટી20માં રમશે?