પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખાસ આદર મળ્યા બાદ હવે ભાજપની સહયોગી પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી) એ પૂર્વ એસપી નેતા અમર સિંહને પાર્ટીમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા છે. એસબીએસપીએ યુપીના આઝમગઢથી ચૂંટણી લાડવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. હાલ એસપી નેતા મુલાયમ સિંહ આ સીટ પરથી સાંસદ છે.

હાલમાં લખનઉમાં યોગી સરકારની ગ્રાઉન્ડ બ્રેકીંગ સેરેમની દરમિયાન ભગવાધારી કુર્તો પહેરીને પહોંચેલા અમર સિંહને લઈને દિવસભર ચર્ચાઓનું બજાર ગરમ રહ્યું હતું. વળી, પીએમ મોદીએ પણ પોતાના ભાષણ દરમિયાન વારંવાર એમનું નામ લીધું હતું. એસબીએસપી નેતા ઓમપ્રકાશ રાજભરે મંગળવારે કહ્યું કે જો અમર સિંહ 2019 ની ચૂંટણી અઝમગઢથી લાડવા માંગે છે અને સીટ અમારા કોટામાં આવે છે, તો અમે ખુશી-ખુશી એમને ઓફર કરીશું. એમણે કહ્યું કે એસબીએસપી ના દરવાજા એમના માટે હંમેશા ખુલ્લા છે.
રાજભરે આગળ જણાવ્યું હતું કે સીટોની વહેંચણી થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. એમણે કહ્યું કે એનડીએના સહયોગી દળો વચ્ચે સીટોની વહેંચણી થવાનું બાકી છે. જણાવી દઈએ કે આ પહેલા પોતાના લખનઉ પ્રવાસ દરમિયાન ભાષણ માં વારંવાર અમર સિંહનું નામ લીધું હતું.

2014 લોકસભા ચૂંટણીમાં આ સીટ પાર ભાજપના રમાકાન્ત યાદવને હરાવીને મુલાયમ સિંહ યાદવે જીત મેળવી હતી. પ્રધાનમંત્રી મોદીએ 14 જુલાઈના રોજ આઝમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે નો શિલાન્યાસ કર્યો હતો તેમજ રેલીનું આયોજન પણ કર્યું હતું.
