દેશની આર્થિક રાજધાની મુંબઇને અડીને આવેલા કલ્યાણ ડોમ્બિવલીમાં એક મોટો અકસ્માત ટળી ગયો હતો. 29 ઓક્ટોબર એટલે કે ગુરુવારે સવારે ડોમ્બિવલીનાં કોપર વિસ્તારમાં એક બે માળની ઇમારત ધરાશાયી થઈ હતી. તે સમયે તે બિલ્ડિંગમાં લગભગ 75 લોકો હતા, પરંતુ બધા બચી ગયા હતા. આ ચમત્કાર રાત્રે જાગીને મોબાઇલ પર વેબ સિરીઝ દેખનાર 18 વર્ષીય કુનાલ મોહિતે કરી બતાવ્યો છે. જણાવી દઇએ કે, કૃણાલને મોડી રાત સુધી જાગવાની ટેવ છે, જેના કારણે તેણે સમયસર ઈમારત પડવાની જાણ કરતા લોકોને એલર્ટ કર્યા હતા. જે પછી લોક સુરક્ષિત ઈમારતથી બહાર નિકળી ગયા હતા.
કૃણાલે એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, ખાસ કરીને તે રાત્રે 2 વાગ્યા સુધી વેબ સિરીઝ જોયા પછી સૂઈ જાય છે, પણ તે રાત્રે તેને ઉંઘ આવી રહી નહોતી. તેથી તે સવારે 4 વાગ્યા સુધી વેબ સિરીઝ જોતો હતો. બસ, ત્યારે જ તેના ઘરનો રસોડાનો ભાગ અચાનક પડવા લાગ્યો. તેણે તુરંત જ તેના પરિવારનાં સભ્યોને જગાડ્યા અને તેમને આ વિશે માહિતી આપી. એટલું જ નહીં, તેણે બિલ્ડિંગમાં રહેતા અન્ય તમામ લોકોને પણ ચેતવણી આપી. લોકો પોતાનો જીવ બચાવતા મકાનની બહાર દોડી આવ્યા હતા. તેના માત્ર 5 મિનિટ પછી, ઇમારત પડી ગઈ હતી.
मुंबई से सटे डोंबिवली में गिरी इमारत, देर रात तक वेब सीरीज देखने की आदत ने बचाई 75 जिंदगियां.#कोसने वाले अब तारीफ कर रहे हैं!https://t.co/jnljQylwm5 pic.twitter.com/JgzsWzrWJi
— sunilkumar singh (@sunilcredible) October 30, 2020
જાણવા મળ્યું છે ,કે કોપર વિસ્તારમાં આવેલી આ ઇમારતને 9 મહિના પહેલા ખતરનાક જાહેર કરવામાં આવી હતી અને નોટિસ ચોંટાડ્યા પછી, દરેકને ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. કૃણાલને જણાવ્યુ હતું કે નોટિસ મળી છે, પરંતુ બધા ગરીબ છે. મકાન છોડી ક્યા રહેવા જશે? આ એક મોટો પ્રશ્ન હતો, તેથી લોકો ત્યાં રોકાયા હતા.
