Sabarkantha News/ સાબરકાંઠા : પરણિત પ્રેમિકાને મળવા ગયેલા યુવકને ગ્રામજનોએ નગ્ન કરીને ફેરવ્યો

આ વીડિયો ગામના કોઈ યુવાન દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે

Top Stories Gujarat
Beginners guide to 2025 03 13T163609.667 સાબરકાંઠા : પરણિત પ્રેમિકાને મળવા ગયેલા યુવકને ગ્રામજનોએ નગ્ન કરીને ફેરવ્યો

Sabarkantha News : સાબરકાંઠામાં પરણિત પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને ગ્રામજનોએ નગ્ન કરીને ફેરવતા ચકચાર મચી છે.  આમ યુવાનને તાલિબાની સજા અપાતા પોલીસ પણ દોડતી થઈ છે. ઈડરના જાદરના ચડાસણા ગામમાં આ બનાવ બન્યો હતો. જેમાં  પોલીસે મુક પ્રેક્ષક બનીને તમાસો જોયો અને યુવાનની ફરિયાદ પણ લીધી નહી હોવાની વાત સામે આવી છે.પ્રેમ કરવો કોઈ ગુનો નથી પરંતુ ગામડાઓમા હજી પણ અમુક રીત રિવાજો ચાલુ છે અને તેને અનુસરવામાં આવતા હોય છે,આવી જ એક ઘટના સાબરકાંઠાના ઈડરમાં બની છે.

જેમા પ્રેમિકાને મળવા આવેલા યુવકને ગ્રામજનો જોઈ જતા તેને કપડા કાઢીને ગામમાં ફેરવ્યો હતો અને તેની પાસે માફીપત્ર પણ લખાવ્યું હતુ,તો યુવાનને માર મારવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી છે,પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથધરી છે.આ ઘટના બે દિવસ અગાઉની છે અને હાલમાં યુવક સારવાર હેઠળ હોસ્પિટલમાં છે,પોલીસે સમગ્ર કેસમાં કોઈ તપાસ હાથધરી નથી અને પોલીસે ફરિયાદ પણ લીધી નથી.

આ વીડિયો ગામના કોઈ યુવાન દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે,પરંતુ પોલીસ હવે જે લોકોએ યુવાનને ગામમાં ફેરવ્યો તેની સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.પ્રેમિકા પરણિત છે અને તેને યુવક મળવા આવ્યો હોવાની પણ વાત સામે આવી છે,તો યુવતીના સાસરીયાઓએ બન્નેને નિવસ્ત્ર હાલતમાં પકડી પાડયા હતા,સાબરકાંઠા એસપીએ ઈડર પોલીસને ગુનો નોંધવા માટે આદેશ આપ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ

આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી