Himmatnagar news/ માથાસુલિયા ગામે પરિવાર ઓસરીમાં ઊંઘતો રહ્યો અને ચોરો 8 લાખની મતા લઈ ભાગ્યા

Himmatnagar Theft Case: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના માથાસુલિયા ગામે તસ્કરોએ રસોડાની જાળી તોડી ઘરમાં પ્રવેશ કર્યો અને તિજોરીમાંથી 8 લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયા. ગાંભોઈ પોલીસ તપાસમાં.

Gujarat Top Stories Others

Himmatnagar Theft Case: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના માથાસુલિયા ગામમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પરિવાર ઊંઘમાં હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ઘરમાં ઘૂસીને રોકડ અને દાગીના સહિત આશરે 8 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ઘરના પાછળના ભાગેથી ઘૂસ્યા તસ્કરો

માહિતી મુજબ, ઘટનાની રાત્રે પરિવારના સભ્યો ઘરની આગળની ઓસરીમાં સૂતા હતા. આ દરમિયાન તસ્કરોએ ઘરના પાછળના ભાગે આવેલી બારીને નિશાન બનાવી અંદર પ્રવેશ કર્યો હતો.ચોરોએ રસોડાની બારીમાં લગાવેલી લોખંડની જાળી તોડી ઘરમાં પ્રવેશ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

તિજોરી તોડી રોકડ અને દાગીના ચોર્યા

ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ તિજોરીના તાળા તોડી નાખ્યા હતા. તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથ સાફ કરી દીધો હતો.ચોરી બાદ તસ્કરો કોઈ નિશાન છોડ્યા વગર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

સવારે પરિવારને થઈ જાણ

સવારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતા ચોરી થઈ હોવાની જાણ થતાં પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી.

Himmatnagar : પોલીસ તપાસમાં જોતરાઈ

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્રિત કર્યા હતા.આ મામલે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.

વધતી ચોરીની ઘટનાઓથી ચિંતા

તાજેતરમાં ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ ઘટનાએ સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધારી છે. ગ્રામજનોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


આ પણ વાંચો:હિંમતનગરમાં હુડા વિરુદ્ધ ઉગ્ર વિરોધ, વેપારીઓથી સહકારી સંસ્થાઓ સુધી સજ્જડ બંધ

આ પણ વાંચો:હિંમતનગરમાં હુડાના જાહેરનામા વિરુદ્ધ ખેડૂતોનો ઉગ્ર વિરોધ

આ પણ વાંચો:હિંમતનગર નજીક ભયાનક અકસ્માત, મિની બસ-કાર અથડામણમાં 6ના મોત, અનેક ઘાયલ