World News/ ઈરાનની $24 અબજની સંપત્તિ હડપવાનો અમેરિકાનો પ્લાન? ટ્રમ્પના નિર્ણયથી તેલ સંકટ વધશે

અમેરિકા અને ઈરાન(Iran) વચ્ચે યુદ્ધવિરામ છતાં નવો આર્થિક વિવાદ શરૂ થયો છે. કુવૈત અને બહેરીનના નુકસાનની ભરપાઈ માટે અમેરિકા ઈરાનની જપ્ત થયેલી $24 અબજની મિલકતોનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવી રહ્યું છે, વાંચો રિપોર્ટ.

international Top Stories World
Iran

US Iran Crisis 2026: અમેરિકા અને ઈરાન (Iran) વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) લાગુ થયાને હજી ગણતરીના દિવસો જ થયા છે, ત્યાં જ બંને દેશો વચ્ચે એક નવો અને મોટો આર્થિક વિવાદ ઊભો થઈ ગયો છે. અમેરિકા હવે ઈરાનની અબજો ડોલરની ફ્રીઝ (જપ્ત) કરાયેલી સંપત્તિનો ઉપયોગ ખાડી દેશો કુવૈત અને બહેરીનને થયેલા યુદ્ધના નુકસાનની મરામત માટે કરવાની ગંભીર યોજના બનાવી રહ્યું છે. આ પગલાના કારણે મધ્ય-પૂર્વ (Middle East) માં માંડ-માંડ સ્થપાયેલો નાજુક યુદ્ધવિરામ ફરી એકવાર જોખમમાં મુકાય તેવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

અમેરિકન નાણા મંત્રીએ આપ્યા નુકસાનની તપાસના આદેશ

સૂત્રો અને આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રૉયટર્સના અહેવાલ મુજબ, ઈરાન દ્વારા કુવૈત અને બહેરીન પર કરવામાં આવેલા ભયાનક ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ અમેરિકા આ આકરા આર્થિક પગલા પર વિચાર કરી રહ્યું છે. અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે એક વિશેષ ટીમને ઈરાન દ્વારા ખાડી સહયોગી દેશોને પહોંચાડવામાં આવેલા નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ટીમ ભવિષ્યમાં થનારા સંભવિત વિનાશની ભરપાઈ માટે ઈરાની નાણાકીય સંસાધનોના ઉપયોગ પર મંથન કરી રહી છે.

ખાસ વાત એ છે કે, આ મામલો ઈરાનના(Iran) સર્વોચ્ચ નેતાના સલાહકાર મોહસેન રેઝાઈના એ નિવેદનના ઠીક એક દિવસ પછી સામે આવ્યો છે, જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, 3 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને કાયમી સમાપ્ત કરવા માટે અમેરિકા દ્વારા ફ્રીઝ કરાયેલી ઈરાનની $24 અબજ (બિલિયન) ની સંપત્તિ મુક્ત કરવી અનિવાર્ય છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં સૈન્ય અથડામણો હજુ પણ યથાવત

એકતરફ શાંતિ વાર્તા ઠપ થતી દેખાઈ રહી છે, તો બીજીતરફ દરિયાઈ ક્ષેત્રમાં સૈન્ય હુમલા હજુ પણ ચાલુ છે:

અમેરિકી એક્શન: અમેરિકન સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં સ્થિત ગોરુક અને કેશમ ટાપુઓ પર ઈરાની દરિયાકાંઠાના રડાર ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો, કારણ કે ઈરાની ડ્રોન્સે આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિકને જોખમમાં મૂક્યો હતો.

ઈરાની રિએક્શન: જવાબી કાર્યવાહીમાં ઈરાનના(Iran) ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સે (IRGC) કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર બેલિસ્ટિક મિસાઈલો દાગી હતી. કુવૈતની સેનાએ રહેણાંક વિસ્તારો પરથી પસાર થઈ રહેલી 7 બેલિસ્ટિક મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી, જેના કારણે જાનહાનિ ટળી છે પરંતુ મોટું ભૌતિક નુકસાન થયું છે.

Iran યુધ્ધથી પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને

આ લાંબા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે તેલ પુરવઠો (Oil Supply) ખોરવાયો છે અને વૈશ્વિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. વધતી મોંઘવારી અને ઈંધણના ભાવના કારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આ યુદ્ધને વહેલી તકે સમેટી લેવાનું ઘરેલું રાજકીય દબાણ સતત વધી રહ્યું છે.

એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે, ઈરાનના મોટાભાગના ડ્રોન(Iran) અને મિસાઈલ પ્લાન્ટ નષ્ટ થઈ ચૂક્યા છે, પરંતુ તેની પાસે હજુ પણ કુલ મિસાઈલોનો આશરે 21-22% જેટલો જથ્થો સુરક્ષિત છે. બીજી તરફ, ઓપેક (OPEC) દેશો તેલનું ઉત્પાદન વધારવા સંમત થઈ રહ્યા છે, જેથી વૈશ્વિક બજારને સ્થિર કરી શકાય. પરંતુ અમેરિકા દ્વારા ઈરાનની (Iran) જપ્ત થયેલી મિલકતો પર નજર બગાડવામાં આવતા આ વૈશ્વિક સંકટ વધુ ઘેરૂં બને તેવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે.


આ પણ વાંચો : ઘટતો જન્મદર ભારત માટે કેમ ખતરનાક? એલોન મસ્કે સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી મોટી ચિંતા

આ પણ વાંચો : સિંહની સવારી કરી ભારતના રસ્તાઓ પર નીકળ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, સોશિયલ મીડિયા પર AI વીડિયો વાયરલ

આ પણ વાંચો : અમેરિકામાં H-1B વિઝાના નિયમો થશે કડક, અવધિ 6 વર્ષથી ઘટાડી માત્ર 2 વર્ષ કરવાનો પ્રસ્તાવ