World News/ ઘટતો જન્મદર ભારત માટે કેમ ખતરનાક? એલોન મસ્કે સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી મોટી ચિંતા

ભારતમાં જન્મદર ઘટીને 1.9% ના સ્તરે પહોંચી જતા ટેક અબજોપતિ એલોન મસ્કે(Elon Musk) ચિંતા વ્યક્ત કરી છે. રિપ્લેસમેન્ટ લેવલથી નીચે જઈ રહેલા આ આંકડાથી ભારતના ભવિષ્ય પર શું અસર થશે, વાંચો આ અહેવાલમાં.

international Top Stories World
Elon Musk

India Dropping Birth Rate 2026: સ્પેસએક્સ (SpaceX) ના સીઈઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના માલિક એલોન મસ્કે (Elon Musk) ભારતમાં ઘટી રહેલા જન્મદર (Birth Rate) પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એક મીડિયા આઉટલેટના આંકડાનો હવાલો આપતા જણાવ્યું કે, જન્મદરમાં થઈ રહેલો આ ઘટાડો ભારત માટે ભવિષ્યમાં અત્યંત ખતરનાક અને આર્થિક રીતે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત જન્મદર આટલા નીચલા સ્તરે પહોંચી ગયો છે.

કેટલો ઘટી ગયો ભારતનો જન્મદર? રિપ્લેસમેન્ટ લેવલથી પણ નીચે

એલોન મસ્કે (Elon Musk) એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ભારતનો જન્મદર વસ્તીના સંતુલનને જાળવી રાખવા માટે જરૂરી ‘રિપ્લેસમેન્ટ લેવલ’ (Replacement Level) થી પણ નીચે આવી ગયો છે.

ભારતમાં જન્મદર ના ચોંકાવનારા આંકડા 2.3% થી ઘટીને 1.9% પર આવી ગયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં તો જન્મદર ઘટીને માત્ર 1.2% જ રહી ગયો છે, જે યુરોપના ફિનલેન્ડ દેશ કરતાં પણ ઓછો છે.

યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA) ના રિપોર્ટ અનુસાર, આ આંકડા દર્શાવે છે કે ભારતીય મહિલાઓ એક પેઢીથી બીજી પેઢી સુધી વસ્તીનું સંતુલન જાળવી રાખવા માટે જરૂરી સરેરાશ કરતાં ઓછા બાળકોને જન્મ આપી રહી છે. હાલમાં ભારત 1.46 અબજથી વધુ વસ્તી સાથે દુનિયાનો સૌથી મોટો દેશ છે (વર્ષ 2023 માં ચીનને પછાડ્યું હતું), પરંતુ હવે દર વર્ષે અહીં જન્મદરમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.

જન્મદર ઘટવા પાછળના મુખ્ય કારણો શું છે?

દેશમાં સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં મોટો સુધારો થયો હોવા છતાં, સામાજિક સ્તરે રહેલી અસમાનતાઓ આના માટે જવાબદાર છે:

દેશમાં આજે પણ નાની ઉંમરની યુવતીઓના લગ્ન કરાવી દેવામાં આવે છે. નાની ઉંમરે ગર્ભાવસ્થાના કારણે બાળકના જન્મ સમયે ભારે કાનૂની અને તબીબી મુશ્કેલીઓ ઊભી થાય છે, જેના લીધે પ્રસુતિ સમયે જ માતાના મોત થઈ જાય છે.

કડક કાયદા અને સરકારી જાગૃતિ કાર્યક્રમો હોવા છતાં, સમાજમાં (Elon Musk)દીકરા-દીકરી વચ્ચેનો ભેદભાવ અને રૂઢિચુસ્ત માનસિકતા હજુ પણ સંપૂર્ણ નાબૂદ થઈ શકી નથી.

Elon Musk

ભવિષ્યમાં ભારતને મોટું નુકસાન થઈ શકે: Elon Musk

નિષ્ણાંતોના મતે જો આ જ ગતિએ જન્મદર ઘટતો રહેશે, તો ભવિષ્યમાં ભારત સામે નીચે મુજબની ગંભીર કટોકટી ઊભી થશે:

ભારત અત્યારે દુનિયાનો સૌથી યુવા દેશ ગણાય છે, પરંતુ ભવિષ્યમાં યુવાઓની વસ્તી ઓછી થઈ જશે અને આશ્રિત વૃદ્ધોની સંખ્યામાં જંગી વધારો થશે.

દેશના વિકાસ માટે જરૂરી કાર્યકારી વસ્તી (Working-age Population) ઘટવાથી ઉદ્યોગો (Elon Musk)અને અર્થવ્યવસ્થા પર વિપરીત અસર પડશે.

વૃદ્ધોની સંભાળ રાખવા અને તબીબી સેવાઓ પૂરી પાડવા માટે માનવબળની ભારે અછત સર્જાઈ શકે છે, જે સામાજિક માળખાને તોડી નાખશે.


આ પણ વાંચો : અમેરિકામાં ભારતીય યુવકની ક્રૂર હત્યા, ફેક પિત્ઝા ડિલિવરીના બહાને જાળમાં ફસાવી ગોળી મારી

આ પણ વાંચો : ભારે વિરોધ વચ્ચે પણ ટ્રમ્પે જેમને આપ્યું હતું મોટું પદ, તે ભારતીય ટેક એક્સપર્ટે વ્હાઇટ હાઉસ છોડ્યું

આ પણ વાંચો : અમેરિકામાં H-1B વિઝાના નિયમો થશે કડક, અવધિ 6 વર્ષથી ઘટાડી માત્ર 2 વર્ષ કરવાનો પ્રસ્તાવ