World News/ ભારે વિરોધ વચ્ચે પણ ટ્રમ્પે જેમને આપ્યું હતું મોટું પદ, તે ભારતીય ટેક એક્સપર્ટે વ્હાઇટ હાઉસ છોડ્યું

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચીફ AI નીતિ સલાહકાર અને ભારતીય મૂળના ટેક એક્સપર્ટ શ્રીરામ કૃષ્ણનને(Sriram Krishnan) રાજીનામું આપ્યું છે. 18 મહિનાના કાર્યકાળમાં અમેરિકાના નેશનલ એઆઈ ફ્રેમવર્કમાં તેમના યોગદાન વિશે વાંચો વિગત.

international Top Stories World
Sriram Krishnan

Sriram Krishnan Resigns from White House 2026: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને એક મોટો આંચકો લાગ્યો છે. વ્હાઇટ હાઉસના ચીફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સલાહકાર અને ભારતીય મૂળના જાણીતા ટેક એક્સપર્ટ શ્રીરામ કૃષ્ણનને પોતાના પદ પરથી રાજીનામું આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. અમેરિકાની રાષ્ટ્રીય એઆઈ નીતિ (National AI Policy) અને એક્શન પ્લાન તૈયાર કરવામાં જેમણે સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે, તેવા શ્રીરામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે તેઓ આ ચાલુ June 2026 ના મહિનાના અંત સુધી જ પોતાની સેવાઓ આપશે.

Sriram Krishnan

18 મહિનાના ટૂંકા ગાળામાં અમેરિકા માટે કર્યું મોટું યોગદાન

શ્રીરામ કૃષ્ણનને (Sriram Krishnan)પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસમાં AI પોલિસી એડવાઇઝર અને મુખ્ય વ્યૂહરચનાકાર (Chief Strategist) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તેમના 18 મહિનાના ટૂંકા ગાળાના કાર્યકાળ દરમિયાન તેમણે અમેરિકા માટે એક મજબૂત ‘નેશનલ એઆઈ ફ્રેમવર્ક’ અને નિયમનકારી મુસદો (Regulatory Framework) તૈયાર કર્યો હતો. તેમણે ભવિષ્યના પ્લાન અંગે જણાવ્યું કે, “એક નાનકડા બ્રેક બાદ તેઓ ફરી એકવાર અમેરિકા અને તેના મિત્ર દેશો સામે એઆઈ ટેકનોલોજીના કારણે ઊભા થનારા ડેટા સેન્ટર્સના વિસ્તરણ અને ઉર્જા વપરાશ જેવા જટિલ પડકારોને ઉકેલવા પર કામ કરશે.”

Sriram Krishnan

ચેન્નાઈથી વ્હાઇટ હાઉસ સુધીની શાનદાર સફર(Sriram Krishnan)

શ્રીરામ કૃષ્ણન મૂળ ભારતના તમિલનાડુના વતની છે

તેમનો જન્મ ચેન્નાઈમાં થયો હતો અને તેમણે ચેન્નાઈની જ પ્રતિષ્ઠિત એસઆરએમ (SRM) એન્જિનિયરિંગ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.

ત્યારબાદ તેમણે વિશ્વની અગ્રણી ટેક જાયન્ટ કંપનીઓ જેવી કે ટ્વિટર (Twitter), ફેસબુક (Facebook), માઇક્રોસોફ્ટ (Microsoft) અને સ્નેપ (Snap) માં ઉચ્ચ હોદ્દા પર કામ કરીને વૈશ્વિક સ્તરે મોટી નામના મેળવી હતી. તેઓ લાંબા સમય સુધી સિલિકોન વેલીની જાણીતી વેન્ચર કેપિટલ ફર્મ ‘એન્ડ્રીસન હોરોવિટ્સ’ (Andreessen Horowitz) સાથે પણ પાર્ટનર તરીકે જોડાયેલા રહ્યા હતા.

Sriram Krishnan

ભારે આંતરિક વિરોધ છતાં ટ્રમ્પે મૂક્યો હતો અતૂટ ભરોસો

વર્ષ 2024 માં જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં તેમની નિમણૂક કરી ત્યારે ટ્રમ્પના(Sriram Krishnan) જ અત્યંત નજીકના ગણાતા લોરા લૂમર સહિતના અમેરિકન નેતાઓએ આ નિર્ણયનો ભારે વિરોધ કર્યો હતો. વિરોધીઓનું કહેવું હતું કે એક તરફ ટ્રમ્પ સરકાર ઇમિગ્રેશનની નીતિઓ કડક કરી રહી છે, ત્યારે બીજી તરફ ભારતીય મૂળના વ્યક્તિને આટલું મોટું અને સંવેદનશીલ પદ કેમ આપવામાં આવ્યું?

જો કે, આ તમામ વિવાદોની વચ્ચે પણ શ્રીરામે(Sriram Krishnan) પોતાની અદભુત ક્ષમતા સાબિત કરી બતાવી હતી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ તેમની સરખામણી ‘વ્હાઇટ હાઉસના અનમોલ રત્ન’ સાથે કરી હતી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સાર્વજનિક મંચો પરથી શ્રીરામની કામગીરીની અનેકવાર પ્રશંસા કરી ચૂક્યા છે. શ્રીરામે પણ ટ્રમ્પના નેતૃત્વના વખાણ કરતા કહ્યું હતું કે તેમના વિઝન વગર AIની વૈશ્વિક રેસમાં અમેરિકા આટલું આગળ વધી શક્યું ન હોત.


આ પણ વાંચો : ઉચ્ચ લાયકાત છુપાવીને ઓછી લાયકાતની નોકરી મેળવવી અયોગ્ય: સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો : મતદાન અને ચૂંટણી લડવી મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટે આપી મોટી સ્પષ્ટતા

આ પણ વાંચો : SIR બંધારણીય રીતે યોગ્ય…’ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને રાહત આપી, CJI સૂર્યકાન્તનો ચુકાદો