Kashmir Cloud Burst & Himachal Earthquake 2026: કુદરતી આફતોના કારણે ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં અત્યારે ભારે તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના(Kashmir ) કિશ્તવાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં 4 અલગ-અલગ જગ્યાએ વાદળ ફાટવાની (Cloud Burst) ભયાનક ઘટનાઓ સામે આવી છે. ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (Landslide) નો મોટો ખતરો ઊભો થયો છે. આ ગંભીર પરિસ્થિતિને જોતાં પ્રશાસને સાવચેતીના ભાગરૂપે પ્રભાવિત વિસ્તારોની પ્રખ્યાત ધાર્મિક યાત્રાઓને હાલ પૂરતી અટકાવી દીધી છે. બીજી તરફ, પાડોશી રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ રાતભર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
હિમાચલમાં રાતભર ભૂકંપના 3 આંચકા
હિમાચલ પ્રદેશમાં આખી રાત દરમિયાન ભૂકંપના 3 પ્રચંડ આંચકા અનુભવાયા હતા, જેના કારણે કેટલાક પહાડી વિસ્તારોમાં મકાનો પડી ગયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે ડરી ગયેલા લોકો રાત્રે જ ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપની તીવ્રતા અને સમય:
રાત્રે 10:00 વાગ્યે સૌથી મોટો 5.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ રાત્રે 11:00 વાગ્યે 2.8 અને મોડી રાત્રે 11:52 કલાકે 3.0 ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. આ શ્રેણીબદ્ધ આંચકાઓને પગલે પહાડી વિસ્તારોમાં મોટું નુકસાન પહોંચ્યું છે.
Kashmir માં વાદળ ફાટતા નદીઓ ગાંડીતૂર
જમ્મુ કાશ્મીરના(Kashmir ) કિશ્તવાડ, ડોડા અને રિયાસી જેવા પહાડી વિસ્તારોમાં આકાશી આફત ઉતરી છે. વાદળ ફાટવાના કારણે પહાડી નદીઓમાં અચાનક પૂર (Flash Floods) જેવી સ્થિતિ સર્જાઈ છે.
પ્રતિકૂળ હવામાન અને પહાડો ધસી પડવાના જોખમને કારણે પ્રશાસને મચૈલ માતા યાત્રા અને મિંધલ માતા યાત્રા ના શ્રદ્ધાળુઓને હાલ પૂરતા આગળ ન વધવાની અને યાત્રાએ ન જવાની સખત સલાહ આપી છે.
એક તરફ કાશ્મીરની(Kashmir) ઘાટીમાં મુશળધાર વરસાદ અને વાદળ ફાટવાની સ્થિતિ છે, તો બીજી તરફ જમ્મુના મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો કેર હજુ પણ યથાવત છે. પ્રશાસને સ્થાનિકો અને પ્રવાસીઓને નદી-નાળાઓથી દૂર સુરક્ષિત સ્થળોએ રહેવા માટે એલર્ટ જાહેર કર્યું છે.
