uttarakhand news/ વરસાદને પગલે પર્વત ધસી પડ્યો, ગરબા ગાઈને ગુજરાતીઓેએ શ્રધ્ધા દર્શાવી

આ દૃશ્યો જોઈ ત્યાં હાજર લોકોની ચીસો પણ વીડિયોમાં સાંભળી શકાય છે

Top Stories India

Uttarakhand News : ઉત્તરાખંડમાં હાલ વરસાદ અને ભૂસ્ખલનના કારણે તબાહી મચી છે. ચમોલી બાદ ચેતાલકોટમાં ભૂસ્ખલન થયું છે. અહીંયા ભૂસ્ખલનના ભયાનક દૃશ્યો સામે આવ્યા છે. સામે આવેલા વીડિયોમાં બંધ રસ્તા પાસે લોકો દેખાઈ રહ્યા છે ત્યારે જ તેમની આંખો સામે પર્વત પાણીની જેમ વહી જાય છે. આ દૃશ્યો જોઈ ત્યાં હાજર લોકોની ચીસો પણ વીડિયોમાં સાંભળી શકાય છે.

ઉત્તરાખંડમાં છેલ્લા થોડા દિવસોમાં ભૂસ્ખલનના કારણે ઘણા રસ્તાઓ અને હાઈવે બંધ કરવા પડ્યા છે. રસ્તાઓ પર કાટમાળ અને પથ્થરો હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ પણ બંધ થયો છે. અહીંયા દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા છે, જેમાં અમુક ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ છે. એક બીજા વીડિયોમાં હાઈવે પર વાહનોની લાંબી લાઈન દેખાઈ રહી છે. અને આ લાઈન વચ્ચે ગુજરાતીઓ ગરબા ગાતા દેખાઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈન્ડિગો અને એર ઈન્ડિયાના વિમાનો ટક્કરથી માંડ માંડ બચ્યું, મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો: ગૌતમ ગંભીર મિત્ર ન હતો…’, અનુભવી ખેલાડીના ભૂતપૂર્વ સાથી ખેલાડીએ ‘સત્ય’ કહ્યું; નવો વિવાદ શરૂ થશે?

આ પણ વાંચો: હવે ટ્રેન દ્વારા ખેતરો ખેડાશે? મેદાનમાં એન્જિન જોઈને આરજેડીએ મોદી-નીતીશને ઘેર્યા