Delhi HC Verdict on Cockroach Janta Party 2026: સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા મેળવનારી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે શુક્રવારે અભિજીત દીપકેના નેતૃત્વવાળી આ પાર્ટીના સસ્પેન્ડ કરાયેલા X (ટ્વિટર) એકાઉન્ટને તાત્કાલિક પુનઃસ્થાપિત (Restore) કરવાનો ઇનકાર કરી દીધો છે. જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચે નોંધ્યું હતું કે આ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલું કેટલુંક કન્ટેન્ટ ‘થોડું આપત્તિજનક’ (Slightly Offensive) જણાય છે, તેથી વચગાળાની રાહત આપી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મામલે કેન્દ્ર સરકાર અને X પ્લેટફોર્મનો પક્ષ સાંભળ્યા બાદ જ કોઈ વહેલી તકે આખરી આદેશ આપવામાં આવશે.
શું છે સમગ્ર વિવાદ?(Cockroach Janta Party)
‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janta Party)ની શરૂઆત દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની એક ટિપ્પણી બાદ મજાક તરીકે થઈ હતી, જેમાં તેમણે કેટલાક યુવાનોને ‘કોકરોચ’ કહ્યા હતા. જો કે, ભારતીય યુવાનો અને વિપક્ષી પક્ષો વચ્ચે આ પેજ ઝડપથી લોકપ્રિય બન્યું અને ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ સત્તાધારી પક્ષ ભાજપ કરતાં પણ વધી ગયા હતા. તાજેતરમાં જ ભારતમાં આ એકાઉન્ટ બ્લોક કરી દેવાતા ફાઉન્ડર અભિજીત દીપકેએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સીજેપી તરફથી હાજર રહેલા એડવોકેટ અખિલ સિબલે એકાઉન્ટ શરૂ કરવા દલીલ કરી હતી, પરંતુ કોર્ટે તાત્કાલિક રાહત આપવાના બદલે દીપકેને કેન્દ્ર સરકારની રિવ્યૂ કમિટી સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી છે.
આ પણ વાંચો:કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ બ્લોક થતાં વિવાદ દિલ્હી હાઈકોર્ટમાં, જાણો સમગ્ર વિગત
આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર ‘કોકરોચ જનતા પાર્ટી’ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ બ્લોક થયું?
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’થી કેમ ચિંતિત થઈ સુરક્ષા એજન્સીઓ? તપાસમાં સામે આવ્યું ગુજરાત કનેક્શન

