Gujarat Rain News: ગુજરાત (Gujarat)માં જન્માષ્ટમીના દિવસે મુશળધાર વરસાદનો કહેર જોવા મળ્યો. અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા તો કેટલાક લોકોના ઘરમાં પાણી ભૂસી ગયા હતા. સોમવાર સવારથી રાજ્યમાં વાવાઝોડાની અસર જોવા મળતાં સાંજે 6 વાગ્યા સુધીમાં 36 ટકા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ (Heavy Rain) વરસ્યો હતો. ત્રણ દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી પાછો ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો વ્યાપ અને તીવ્રતા વધવાની ધારણા છે. મંગળવારે વિવિધ વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો, પરંતુ તાપમાનમાં વધારો થતાં ગરમી અને ભેજના કારણે લોકો પરેશાન થયા હતા.

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે સહિત અનેક માર્ગો તૂટયા હતા. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નાગરિકો માટે મહત્વનો નિર્ણય કરી વરસાદના વિરામ બાદ તૂટેલા રસ્તાઓનું સમારકામ ઝડપથી કરવા જિલ્લા કલેક્ટર/મ્યુનિસિપલ કમિશનરને તાકિદે સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી બંગાળની ખાડીમાં બનેલા ડિપ્રેશનના કારણે ઉત્તર ગુજરાતમાં સોમવારે સાંજથી જ વરસાદની શરૂઆત થઈ છે. મંગળવારે ભારે તેમજ બુધવારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારથી હવામાનમાં ફેરફાર થતા આજે ભારે વરસાદની સંભાવના છે. આગામી એક-બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
