Gandhinagar News: CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબો (Junior Doctor)ની બેઠકને પગલે રાજયમાં બે દિવસ થી ચાલી રહેલી તબીબી હડતાળનો (Doctor Strike) અંત આવ્યો છે. બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો. CM ભૂપેન્દ્ર પટેલ સાથે ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠક બાદ સુખદ સમાધાન થયું. તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પરત ખેંચતા પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી આપી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સકારાત્મક અભિગમ અને રાજ્યના જરૂરતમંદ નાગરિકોની સારવાર સુશ્રુષાના વ્યાપક જન આરોગ્ય સંભાળ હિત ને ધ્યાનમાં લઈ તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પરત ખેંચી લઈ પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી મુખ્યમંત્રીશ્રીને આપી છે.
રાજ્યના જુનિયર તબીબો સ્ટાઈપેન્ડ મુદ્દે બે દિવસથી હડતાળ પર ઉતર્યા હતા. 2 દિવસ પહેલા જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા હડતાળ પર ઉતરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ હડતાળને પગલે રાજ્યના અંદાજે 6 હજાર જેટલા રેસિડેન્ટ ડોક્ટરો કામથી અળગા રહ્યા હતા. હડતાળ પર ઉતરેલા જુનિયર તબીબોએ એ વાતનો રદિયો આપ્યો છે કે દેશમાં સૌથી વધુ સ્ટાઈપેન્ડ ગુજરાતના તબીબોને મળે છે. જુનિયર તબીબો દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્ટાઈપેન્ડ વધારવા બાબતે રાજ્યના આરોગ્ય વિભાગ ઉપરાંત આરોગ્યમંત્રીને પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. સ્ટાઈપેન્ડનો છેલ્લો વધારો 1 એપ્રિલ 2021માં થયો હતો.

જુનિયર તબીબોનું કહેવું છે કે દર ત્રણ વર્ષે જુનિયર ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં 40 ટકા વધારો થતો હોય છે. પરંતુ 2021 બાદ અત્યાર સુધી કોઈ વધારો ના થતા અંતે પોતાની માંગણી પૂર્ણ કરવા જુનિયર ડોક્ટરોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગતરોજ જુનિયર તબીબો સાથે બેઠક કર્યા બાદ ડોકટરોની હડતાળ આજે સમેટાઈ ગઈ છે. તબીબો કામ પર પરત ફરતા દર્દીઓને રાહત થશે.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 182મી બેઠક
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જીલ્લાઓની મુલાકાત લેશે
આ પણ વાંચો: રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
