Gandhinagar News: રાજ્યના ખેલ સહાયકોનું આંદોલન (Khel Sahayak Andolan) કાયમી ભરતીની માગ સાથે 11મા દિવસે પણ યથાવત્ રહ્યું છે. ખેલ સહાયકોનો દાવો છે કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી દાડિયા તરીકે કામ કરી રહ્યા છે, પરંતુ તેમને હજુ સુધી કાયમી કરવામાં આવ્યા નથી. વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેલ સહાયકોએ સરકાર સમક્ષ પોતાની માગણીઓ ફરી એકવાર રજૂ કરી છે.
Khel Sahayak Andolan : માત્ર કામના દિવસોનું વેતન મળતું હોવાનો આક્ષેપ
આંદોલનકારી ખેલ સહાયકોનો આક્ષેપ છે કે તેમને માત્ર કામના દિવસોનું જ વેતન ચૂકવવામાં આવે છે. વેકેશન દરમિયાન વેતન બંધ થઈ જતાં તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગાંધીનગર (Gandhinagar)માં ધરણાં પર બેઠેલા ઘણા ખેલ સહાયકો માટે પરિવારનું ભરણપોષણ કરવું કપરું બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
5,700 સામે માત્ર 1,757 ખેલ સહાયકો
ખેલ સહાયકોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કુલ 5,700 જગ્યાઓ સામે હાલ માત્ર 1,757 ખેલ સહાયકો જ કાર્યરત છે. મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવાથી કાયમી ભરતી (Permanent Recruitment) કરી શકાય તેમ હોવાનું તેઓ માને છે. સાથે જ તેમની માગ છે કે તમામ ખેલ સહાયકોનો સર્વે કરાવીને તેમને કાયમી કરવામાં આવે.
SATના આધારે ભરતીમાં પ્રાધાન્યની માગ

ખેલ સહાયકોની માગ છે કે SAT (Sports Authority of Gujarat)ના આધારે થનારી ભરતીમાં તેમને પ્રાધાન્ય આપવામાં આવે. તેમનું કહેવું છે કે વર્ષોથી ફરજ બજાવતા અનુભવી ખેલ સહાયકોને ભરતીમાં અગ્રતા મળવી જોઈએ.
19 મહિનાથી આશ્વાસન, 32 દિવસના આંદોલન બાદ ફરી વિરોધ
આંદોલનકારીઓનો આક્ષેપ છે કે છેલ્લા 19 મહિનાથી તેમને કાયમી ભરતીના માત્ર આશ્વાસનો જ અપાઈ રહ્યા છે. અગાઉ તેમણે 32 દિવસ સુધી આંદોલન કર્યું હતું, પરંતુ નક્કર નિર્ણય ન આવતાં ફરી રસ્તા પર ઉતરવું પડ્યું છે. પોતાની નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, “ભીખ નહીં, મહેનતનો હક જોઈએ.” ગુજરાત સરકાર (Gujarat Government) તરફથી સકારાત્મક નિર્ણય નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો:આરોગ્ય કર્મીઓ બાદ ખેલ સહાયકો આંદોલનનાં રસ્તે, અસંતોષની લાગણી ઉઠી
આ પણ વાંચો:ટ્રમ્પના નજીકના સહાયક ચાર્લી કિર્કની ગોળી મારીને હત્યા, યુએસ રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો:બેંકમાં લાગી આગ કે થઇ લૂંટ, જાણો કેવી રીતે થાય છે લોકરમાં રાખેલી કિંમતી ચીજવસ્તુઓની ભરપાઈ
