Gandhinagar News/ આરોગ્ય કર્મીઓ બાદ ખેલ સહાયકો આંદોલનનાં રસ્તે, અસંતોષની લાગણી ઉઠી

પરીક્ષાને માન્યતા આપવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે અને તેમને કાયમી કરવાની સાથે વય મર્યાદા પણ વધારવામાં આવે.  

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: રાજ્ય આરોગ્ય વિભાગ (Health Deprtment)ના વર્ગ 3ના કર્મચારીઓ (Employee)એ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણ માટે 17 માર્ચથી અનિશ્ચિત મુદતની હડતાળ (Strike) પર જવાની જાહેરાત કરી છે. આ હડતાળમાં રાજ્યભરના અંદાજે 25,000 આરોગ્ય કર્મચારીઓ જોડાશે, જેના કારણે રાજ્યની આરોગ્ય સેવાઓ (Health Service) પર ગંભીર અસર થઈ હતી. હવે રાજ્યના ખેલ સહાયકો ગાંધીનગરમાં હડતાળ પર ઉતરી ગયા છે. સરકારે 11 મહિનાના કરાર પર ખેલ સહાયકોની ભરતી કરી હતી. પરંતુ હવે ખેલ સહાયકો (Sports Assistant) સરકારની વિરુદ્ધ થઈ ગયા છે અને કાયમી રોજગારની માંગણી સાથે કરો યા મરોની લડાઈ લડવાના મૂડમાં છે.

AI generated A crowd of people raising their hands in a protest. Vector  illustration, Black fists raised for equality, AI Generated 34860860 Stock  Photo at Vecteezy

આરોગ્ય કર્મચારીઓ લાંબા સમયથી તેમની વિવિધ માંગણીઓ માટે સરકારને વારંવાર રજૂઆત કરી રહ્યા છે. તેઓએ સરકારને અનેક પત્રો લખ્યા છે અને વિવિધ માધ્યમો દ્વારા તેમની માંગણીઓ પહોંચાડી છે. તેમ છતાં સરકાર દ્વારા તેમની માંગણીઓનો કોઈ સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. આથી, કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી અને હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો.

Yogesh Work 2025 03 10T154237.645 e1741601589383 વર્ગ 3ના કર્મચારીઓ જશે અચોક્કસની હડતાલ પર, 25 હજાર આરોગ્ય કર્મચારીઓ ઉતરશે હડતાલ પર

આરોગ્ય કર્મચારીઓ તેમના વર્તમાન ગ્રેડ પે (Grade Pay)માં વધારો કરવાની માગ કરી હતી, જે તેમના કાર્યભાર અને જવાબદારીઓને અનુરૂપ નથી. ટેકનિકલ સંવર્ગના કર્મચારીઓ તેમની ચોક્કસ સમસ્યાઓના નિરાકરણની માગ કરી હતી. જેમાં તાલીમ, સાધનો અને કાર્યકારી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. કેટલાક કર્મચારીઓ ખાતાકીય પરીક્ષાઓ રદ કરવાની માગ કરી રહ્યા છે, જે તેઓ માને છે કે તેમની કારકિર્દીની પ્રગતિમાં અવરોધરૂપ છે. આ ઉપરાંત, કર્મચારીઓ અન્ય પડતર માંગણીઓ પણ કરી રહ્યા છે, જેમાં ભથ્થાં, રજાઓ અને અન્ય લાભોનો સમાવેશ થાય છે.

Understanding strikes in CES estimates : Monthly Labor Review: U.S. Bureau  of Labor Statistics

ત્યારે ખેલ (રમતગમત) સહાયકો (Sports Assistant)એ પણ પોતાની માંગણીઓ રજુ કરી છે. તેઓની માગ છે કે ખેલ સહાયક યોજના (Khel Sahayak Yojana) રદ કરવામાં આવે, ખેલ સહાયકોને કાયમી કરવામાં આવે. SAT (Sports Aptitude Test) પરીક્ષાને માન્યતા આપવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે અને તેમને કાયમી કરવાની સાથે વય મર્યાદા પણ વધારવામાં આવે.  ગાંધીનગરમાં હડતાળ પર ગયેલા આરોગ્ય કર્મચારીઓ અને ખેલ સહાયકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ સરકાર પર વચનો આપવાનો અને લોલીપોપ આપવાનો આરોપ લગાવી રહી છે, પરંતુ આ વખતે આરોગ્ય કર્મચારીઓ અને ખેલ સહાયકો કોઈપણ કિંમતે તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આરોગ્યકર્મીઓના આંદોલન વચ્ચે સરકાર એક્શનમાં, ESMA લાગૂ કર્યો

આ પણ વાંચો:આરોગ્ય કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, ઋષિકેશ પટેલે આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો:વર્ગ 3ના કર્મચારીઓ જશે અચોક્કસની હડતાલ પર, 25 હજાર આરોગ્ય કર્મચારીઓ ઉતરશે હડતાલ પર