New Delhi/ દિલ્હીમાં કોરોનાથી મૃત્યુનો આંક 8 હજારને પાર, 24 કલાકમાં 98 દર્દીઓનાં મોત

દિલ્હીમાં કોરોનાનો કહેર વધતો જ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં વધુ 98 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ રીતે દિલ્હીના કોરોનાથી મૃત્યુઆંક 8 હજારને વટાવી ગયો છે.

Top Stories India

દિલ્હીમાં કોરોનાનો કહેર વધતો જ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં વધુ 98 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ રીતે દિલ્હીના કોરોનાથી મૃત્યુઆંક 8 હજારને વટાવી ગયો છે. આ સમયગાળા દરમિયાન કુલ 7,546નવા કેસ નોંધાયા છે, જ્યારે દિલ્હીમાં સંક્રમિતોમી કુલ સંખ્યા વધીને 5,10,630 થઈ છે.

તહેવારોની સીઝનમાં ફરીથી દિલ્હીમાં કોરોના ફાટી નીકળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 98 લોકોનાં મોત સાથે મૃત્યુનો આંક 8 હજારને પાર કરી ગયો છે અને હવે આ સંખ્યા 8,041 પર પહોંચી ગઈ છે. કાલે બુધવારે દિલ્હીમાં 131 લોકોનાં મોત નીપજ્યાં અને રાજધાનીમાં એક જ દિવસમાં કોરોનાને કારણે મૃત્યુનાં આ પણ નવા રેકોર્ડ છે. આ પહેલા 12 નવેમ્બરના રોજ દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં 24 કલાકમાં 104 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

આ પણ વાંચો: દિલ્હીના એક શખ્સની હત્યા કરાઈ અને તેનો મૃતદેહ મળ્યો ગુજરાતમાં, આવી સામે એક ચોકવાનારી ઘટના

છેલ્લા 24 કલાકમાં, રાજધાનીમાં કોરોનાના 7,546 નવા કેસ નોંધાયા છે, જેનાથી દિલ્હીમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 5,10,630 થઈ છે. આ સમયગાળા દરમિયાન, 6,685 દર્દીઓ પણ સ્વસ્થ થયા. આ રીતે, દિલ્હીમાં રિકવરી લોકોની કુલ સંખ્યા વધીને 4,59,368 થઈ ગઈ છે. દિલ્હીમાં સક્રિય દર્દીઓની સંખ્યા 43,221 છે.

છેલ્લા 24 કલાકમાં 62,437 પરીક્ષણો થયા છે, જેમાં આરટીપીઆરમાં 22,067 અને એન્ટિજેનમાં 40,370 પરીક્ષણો લેવામાં આવ્યા હતા. દિલ્હીમાં આરટીપીસીઆર પરીક્ષણનો આ સૌથી મોટો આંકડો છે.

દિલ્હીમાં સંક્રમણ દર 12.09 ટકા છે જ્યારે રિકવરી દર 89.96 ટકાએ પહોંચી ગયો છે. અહીં સક્રિય દર્દીઓનો દર 8.46 ટકા છે. જ્યારે દિલ્હીમાં કોરોના મૃત્યુ દર 1.57 ટકા છે. પાટનગરમાં હોમ અઈશોલેશનમાં 25,367 દર્દીઓ છે. આજ સુધીમાં અહીં કુલ 56,53,091 પરીક્ષણો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ન માસ્ક, ન સોશિયલ ડિસ્ટન્સ, રાજ્યના આ દલિત નેતાએ તમામ નિયમો મુક્યા નેવે

આ દરમિયાન, અરવિંદ કેજરીવાલ સરકાર દિલ્હીમાં જંગી રીતે વધી રહેલા કોરોના આંકડા પર નવી કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. લગ્નમાં 200 અતિથિઓની મુક્તિ પાછી ખેંચી લીધા પછી હવે જેઓ માસ્ક પહેરતા નથી તેમને 2 હજાર સુધીની દંડ ચૂકવવી પડી શકે છે. મુખ્યમંત્રી સીએમ અરવિંદ કેજરીવાલે આ અંગે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ સાથે વાત કરી છે. પહેલા માસ્ક પર 500 રૂપિયા દંડ હતો.

મુખ્ય પ્રધાન કેજરીવાલે ગુરુવારે કહ્યું કે હવે જો કોઈ દિલ્હીમાં માસ્ક નહીં પહેરે તો તેના પર 2 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. અત્યાર સુધી 500 રૂપિયા દંડ હતો.