Gujrat/ હળવદમાં ઝડપાયો દારૂ, પિતા અને પુત્રની કરી અટકાયત

ગુજરાતના હળવદમાં દેશી અને ઇંગ્લીશ દારૂ ઝડપાયો છે. હળવદ તાલુકાના રાણેકપર ગામના ઝાપા પાસેથી પોલીસે હાલના સરપંચ, પૂર્વ સરપંચ પિતા પુત્રને ઈંગ્લીશ અને દેશી દારૂ સાથે ઝડપી લીધા છે.

Top Stories Gujarat Others

ગુજરાતના હળવદમાં દેશી અને ઇંગ્લીશ દારૂ ઝડપાયો છે. હળવદ તાલુકાના રાણેકપર ગામના ઝાપા પાસેથી પોલીસે હાલના સરપંચ, પૂર્વ સરપંચ પિતા પુત્રને ઈંગ્લીશ અને દેશી દારૂ સાથે ઝડપી લીધા છે તો અન્ય એક ઇસમનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી દારૂ ઝડપાયાના બનાવો વધ્યા છે. હળવદમાં હજુ થોડા સમય પહેલા જ દારૂની 159 બોટલ મળી આવતા કુલ  53,850 નો મુદામાલ કબજે કર્યો હતો. અને આ મામલે બે બુટલેગર સહિત અન્ય એક વ્યક્તિની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા શોધખોળ કરી રહી છે. હજુ આ આરોપીઓ ઝડપાયા નથી ત્યાં પાંચ દિવસના ટૂંકાગાળામાં હળવદમાંથી દારૂ ઝડપાયાની વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાણેકપર ગામના ઝાપા નજીકથી પોલીસે આરોપી નવઘણ ગણેશ ઉડેચા (ઉ.વ.૫૩) અને રાજુ નવઘણ ઉડેચા (ઉ.વ.૩૦) રહે બંને જુના રાણેકપર વાળાને ઝડી લઈને આરોપીઓ પાસેથી દેશી દારૂ ૧૫ લીટર અને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૧ સહીત કુલ રૂ ૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય આરોપી ગોપાલ કરશન ખંભાળીયા રહે જુના રાણેકપર વાળાનું નામ ખુલ્યું છે.

દારૂ સાથે ઝડપાયેલા આરોપી રાજુ ઉડેચા હાલ ગામના સરપંચ છે અને આરોપી નવઘણ રાજુ ઉડેચા સરપંચના પિતા છે જેઓ અગાઉ સરપંચ હતા જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃધમકી/ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો પડછાયો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી

આ પણ વાંચોઃAmerica/ભારતના ડ્રાઇવિંગ લાઇસન્સ પર અમેરિકામાં પણ વાહન ચલાવી શકો છો,જાણો નિયમ

આ પણ વાંચોઃઉમેદવારની યાદી/સમાજવાદી પાર્ટીએ લોકસભાની ત્રીજી ઉમેદવારની યાદી જાહેર કરી,શિવપાલ યાદવ આ બેઠક પર ચૂંટણી લડશે