Not Set/ લગ્નમાં બે મિનિટનું મૌન પળાયું,વરઘોડામાં વાગ્યા દેશભક્તિના ગીતો

કડી, કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં આપણાં દેશના 37 જવાનો શહીદ થયા પછી સમગ્ર  દેશ આ શહીદોને શ્રદ્ધાંજલી આપી રહ્યો છે.હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે શહીદોના માનમાં અનેક મેરેજ સાદાઇથી થઇ રહ્યાં છે એટલું જ નહીં શહીદોને યાદ કરીને લગ્નોમાંજ શ્રદ્ધાંજલીઓ અપાઇ રહી છે. રાજ્યમાં હાલ લગ્ન ગાળો ચાલી રહ્યો છે અને લગ્નોમાં શહીદોને […]

Gujarat Others

કડી,

કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં આપણાં દેશના 37 જવાનો શહીદ થયા પછી સમગ્ર  દેશ આ શહીદોને શ્રદ્ધાંજલી આપી રહ્યો છે.હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે શહીદોના માનમાં અનેક મેરેજ સાદાઇથી થઇ રહ્યાં છે એટલું જ નહીં શહીદોને યાદ કરીને લગ્નોમાંજ શ્રદ્ધાંજલીઓ અપાઇ રહી છે.

રાજ્યમાં હાલ લગ્ન ગાળો ચાલી રહ્યો છે અને લગ્નોમાં શહીદોને યાદ કરાઇ રહ્યાં છે.આવી જ એક જાનમાં શહીદોને યાદ કરીને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને કેન્ડલ પ્રજવલિત કરીને શ્રદ્ધાંજલી અપાઇ હતી.આ લગ્નમાં આવેલા મહેમાનોએ શહીદોના માનમાં બે મિનિટનું મૌન પણ પાળ્યું હતું.

કડીથી ગાંધીનગર જતી નૈશ્ચિત આચાર્યની જાનમાં પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલી અપાઇ હતી.વરઘોડો જ્યારે લગ્નસ્થળે પહોંચ્યો ત્યારે વરરાજા સહિત જાનૈયાઓએ કેન્ડલ લાઇટ કરીને ફુલો અર્પણ કરીને શ્રદ્ધાંજલી આપી હતી.એ સિવાય લગ્નસ્થળે શહીદોને શ્રદ્ધાંજલી આપતા બેનરો લાગ્યા હતા.લગ્નમાં આવેલા લોકોએ બેનર પર ફુલો ચડાવીને અને મીણબત્તી પ્રગટાવીને શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.વરઘોડામાં પણ દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા.

શહીદોની યાદમાં લગ્ન પ્રસંગે પણ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું

વરરાજા નૈશ્ચિત આચાર્યએ શહીદોને યાદ કરીને દુખ વ્યક્ત કરીને તેમના પરિવારોને દિલસોજી પાઠવી હતી.