Politics/ કોંગ્રેસની વિચારધારાને જનતાએ જાકારો આપ્યો છે : પ્રદીપ સિંહ જાડેજા

કોંગ્રેસની વિચારધારાને જનતાએ જાકારો આપ્યો છે : પ્રદીપ સિંહ જાડેજા

Gujarat Others Trending
pradip sinh jadeja

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય પ્રતિસાદ બાદ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જનતાનો અભાર વ્યક્ત કર્યો છે. તેમને જણાવ્યું છે કે, ગુજરાતના ઈતિહાસમાં કોઈ પક્ષને ના મળી હોય તેવી સફળતા ભાજપને મળી છે. પીએમ અને ગૃહ મંત્રી દેશની સાથે જ ગુજરાતની ચિંતા કરે છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, સીએમ અને ડેપ્યુટી સીએમ તેમજ પાર્ટી અધ્યક્ષની મહેનતથી વિકાસની રાજનિતીને પ્રજાએ સમર્થન આપ્યું છે. આજે તમામ ભાજપના ધારાસભ્યોની આગામી વિધાનસભા સત્રની કામગિરીની મિટીંગ મળશે તેમાં ગુજરાતની પ્રજાનો અભિનંદન માનતો પ્રસ્તાવ રજૂ કરાશે.

Election Result / પરિણામ પચાવો ! મતગણતરીના દિવસે પણ આટલાં કેન્દ્ર ઉપર થઈ માથાકૂટ, 1 નું મોત

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના રાજીનામા અંગે તેમણે જણાવ્યું હતું કે, અનેક જૂઠાણાં ચલાવી પ્રજાને અંધારામાં રાખવાનો પ્રયાસ થયો હતો પરંતુ વિકાસને સમર્થન મળ્યું છે.કોંગ્રેસ કોઈને પણ નેતા બનાવે પરંતુ ભાજપ ગુજરાતને સતત આગળ વધારવા પ્રયાસ કરશે.

ઈવીએમ સામે થયેલા આક્ષેપ બાબતે તેમને જણાવ્યું હતું કે, કોંગ્રેસ હાર છુપાવવા ઈવીએમ પર આક્ષેપ કરે છે. પંજાબમાં જીત્યા ત્યારે ઈવીએમ સારા લાગ્યા. ગુજરાતની જનતાએ કોંગ્રેસની વિચારધારાને જાકારો આપ્યો છે તે વાત સ્વીકારવી જોઈએ.

Tweet / ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું : PM મોદી