rajpipla/ હાઉસિંગ બોર્ડમાં આવેલા ગોડાઉનમાં ફટાકડાથી આગ લાગતાં મંડપનો સામાન ભસ્મીભૂત

ગોડાઉનનાં પહેલા માળે લાગેલી આગમાં કાપડ, લાકડાનું કબાટ, વાયરીંગ, લાકડાની બારી સહિતનો સામાન બળી ગયો હતો.

Gujarat

વિશાલ મિસ્ત્રી, પ્રતિનિધિ રાજપીપળા

રાજપીપળા શહેરમાં હાલમાં દિવાળીનાં પર્વને લઈ ફટાકડાનાં શોખીનો રાત્રે આતસબાજી કરતા હોય છે. જેમાં ક્યારેક કોઈ ફટાકડાનો તણખો કે રોકેટ સળગતું કોઈના મકાન પર પડે ત્યારે આગની ઘટના બનતી જોવા મળે છે. તેવી જ એક ઘટના રાજપીપળા હાઉસિંગ બોર્ડમાં આવેલા એક મંડપનાં ગોડાઉન પર બની હતી. જેમાં ગત રાત્રે લગભગ બાર વાગે આ ગોડાઉનનાં પહેલા માળ પર મૂકેલું મંડપનું કાપડ સળગી ગયું હતું ત્યારે કોઈ રોકેટ(હવાઈ) સળગતી ત્યાં પડી હશે તેવું લાગી રહ્યું છે.

ગોડાઉનનાં પહેલા માળે લાગેલી આગમાં કાપડ, લાકડાનું કબાટ, વાયરીંગ, લાકડાની બારી સહિતનો સામાન બળી ગયો હતો.જોકે રાજપીપળા નગરપાલિકાનાં ફાયર ફાયટરોની સમય સૂચકતાથી આગ પર કાબૂ મેળવતા મોટું નુકશાન થતું બચ્યું હતું, નહિ તો અંદરનાં રૂમમાં મૂકેલો અન્ય સામાન પણ આગમાં બળીને સ્વાહા થઈ ગયો હોત.ગોડાઉન માલિકે ખાસ મોટું નુકશાન નહિ હોવાથી કોઈ પોલીસ ફરિયાદ કરી નથી.


નર્મદા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

નર્મદા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો



આ પણ વાંચો: “ઉડતા પાટણ” બનાવવાનો પ્રયાસ, લકઝરીમાંથી પોલીસે 8.03 લાખનું હેરોઈન ઝડપ્યું

આ પણ વાંચો: વૈજ્ઞાનિકોએ ‘ગંજેરી’ઓને લઈને કર્યો આ ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો: 31 લાખનું પેકેજ ધરાવતો આઇટી કંપનીનો કર્મચારી નીકળ્યો આતંકવાદી