@દેવજી ભરવાડ, સુરેન્દ્રનગર
રાજ્યમા ચુંટણી ની તારીખો જાહેર થતા જ એક બીજા રાજકીય પક્ષોના નેતાઓ તથા કાર્યકરોને એક-બીજા પક્ષના આગેવાનો પોતાના પક્ષમા ખેચી રહ્યા છે. ત્યારે પહેલા તો માત્ર ભાજપ જ કોગ્રેસ પક્ષના કાર્યકરોને તોડવામાં સફળ થતી હતી.
પરંતુ હવે કોંગ્રેસ દ્વારા પણ આ યુક્તિ અજમાવી ભાજપના કાર્યકરોને તોડી ખામ થિયરી અપનાવી રહી છે. જેમા સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના અંદાજે 250 થી વધુ ભાજપના કાર્યકરોને કોંગ્રેસમાં પ્રવેશ કરાવી ભાજપના ગઢમાં ગાબડું પાડ્યુ હોવાનુ સામે આવ્યુ છે. મુળી તાલુકાના સરલા તથા ગઢડા ગામના અંદાજે 250થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા આ બંન્ને ગામોમા લગભગ ભાજપ પડી ભાંગ્યુહોય તેવી સ્થિતી સર્જાઈ છે.
સરલા તથા ગઢડા ગામના પટેલ, ઠાકોર અને કારડીયા રાજપુત સમાજના વષોઁથી ભાજપ સાથે જોડાયેલા કાર્યકરો એ અચાનક જ ભાજપને અલવિદા કહેતા રાજકીય ભુકંપ સર્જાયો છે. કોગ્રેસ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કલ્પનાબેન મકવાણા, ચોટીલા ધારાસભ્ય ઋત્વીકભાઇ મકવાણા, દુધઇ ગામના આગેવાન રામકુભાઇ કરપડા, સહદેવસિંહ, પ્રદ્યુમનસિંહ સહિતના આગેવાનો દ્વારા ખેડૂત અને ખેતી લક્ષી જન સંપર્ક અભિયાન દરમિયાન આ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. મુળી ભાજપના આગેવાનોને પોતાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાની વિગતો મળતા જ દોડધામ શરુ થઇ હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
