Botad News/ બોટાદ:સરવા ગામે મહિલાઓ વચ્ચે મારામારી

મારામારી(Fight)ની આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદીએ પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે

Gujarat Others
બોટાદ જિલ્લાના સરવા ગામે મહિલાઓ વચ્ચે થયેલી મારામારી(Fight)ની ઘટના સામે આવી છે

Botad News : બોટાદ જિલ્લાના સરવા ગામે મહિલાઓ વચ્ચે થયેલી મારામારી(Fight)ની ઘટના સામે આવી છે, જેમાં ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાથમિક માહિતી મુજબ ભાડું ન આપવાના મુદ્દે આ વિવાદ ઉગ્ર બન્યો હતો અને મહિલાઓ વચ્ચે હાથાપાઈ સર્જાઈ હતી.

ફરિયાદીએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, આરોપીઓને અટકાયત કર્યા બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. ફરિયાદીનું કહેવું છે કે છૂટ્યા બાદ આરોપીઓએ ફરીથી હુમલો કર્યો હતો.

મારામારી(Fight)ની આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદીએ પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. હાલ પોલીસ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ભરૂચમાં ધારાસભ્ય ચૈતર વસાવાની મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલાના કુટુંબીજન સાથે મારામારી

આ પણ વાંચો : નવસારીમાં મતદાન દરમિયાન તણાવ, ઉમેદવાર અને કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ મારામારી

આ પણ વાંચો : સાવલી તાલુકા પંચાયતમાં ફોર્મ ભરતી વખતે બે જૂથો વચ્ચે છૂટાહાથની મારામારી