Breaking News/ ભરૂચમાં ધારાસભ્ય ચૈતર વસાવાની મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલાના કુટુંબીજન સાથે મારામારી

ભરૂચમાં આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાની મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલાના કુટુંબીજન સાથે મારામારી થઈ છે.

Top Stories Gujarat Others Breaking News

Bharuch News:  ભરૂચમાં આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાની મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલાના કુટુંબીજન સાથે મારામારી થઈ છે. તેની આ મારામારીનો વિડીયો વાઇરલ થયો છે. તેણે આગમાં મૃત્યુ પામેલા કંપનીના કર્મચારીના કુટુંબીજન પર હાથ ઉપાડતા કુટુંબીજને પણ વળતો લાફો મારી દીધો હતો. બંને વચ્ચેની મારામારીનો વિડીયો પણ વાઇરલ થઈ ગયો છે.

આ જોતાં લાગી રહ્યુ છે કે આમ આદમી પાર્ટીના પાસા જાણે બધે ઊંધા પડી રહ્યા છે. ભરૂચમાં કંપનીમાં લાગેલી આગમાં બેનાં મોત થયા હતા. તેના પગલે ચૈતર વસાવા ત્યાં દોડી આવ્યા હતા. મૃત્યુ પામેલાના કુટુંબીજન ગુસ્સામાં હતા અને તેઓને કંપની સામે નારાજગી હતી અને ત્યાં લોકોનું ટોળુ પણ હતુ અને પોલીસ પણ હતી.

સ્વાભાવિક છે કે આવી ઘટના હોય પછી ત્યાં રાજકારણી ઝાલ્યો રહે, આ ઘટનાના સમાચાર મળતાં ત્યાં જ આમ આદમી પાર્ટીના ધારાભ્ય ચૈતર વસાવા પણ ત્યાં પહોંચી ગયા હતા. તેઓ પણ શ્રમિકોની સાથે રહીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પણ મૃતકોના કુટુંબીજન તેમના પરિજનના મૃત્યુને લઈને શરૂ થયેલા રાજકારણથી નારાજ થઈ ગયા હતા. તેઓને લાગ્યું કે અહીં અમારું પરિજન ગયું છે ત્યારે આ રાજકારણી આશ્વાસન આપવાની વાત તો બાજુએ રહી પરંતુ રાજકારણ કરવા આવી ગયા છે. તેના કારણે તેઓ કંપનીની સાથે-સાથે ચૈતર વસાવા સામે પણ ગુસ્સે થઈ ગયા હતા.

આ આક્રોશ તેમણે ચૈતર વસાવા સમક્ષ વ્યક્ત કરતાં ચૈતર વસાવાએ કુટુંબીજનને થપ્પડ મારી દીધી હતી, જેનો વિડીયો પણ વાઇરલ થયો છે. તેના કારણે કુટુંબીજન વધારે ભડકી ઉઠ્યો હતો અને તેણે ચૈતર વસાવાને સામી ઝાપટ મારી હતી અને કદાચ જો પોલીસ વચ્ચે પડી ન હોત તો ચૈતર વસાવાએ વધારે માર ખાવો પડ્યો હોત. છેવટે કુટુંબીજને કંઇ નહી તો સિક્યોરિટી ગાર્ડની લાકડી છીનવીને ચૈતર વસાવાને છૂટ્ટી મારી હતી. આમ શ્રમિકોના મોતના મુદ્દે રાજકારણ રમવા જવાનું ચૈતર વસાવાને ભારે પડી ગયું લાગે છે.


આ પણ વાંચો: ભાજપે મને મંત્રી પદની ઓફર કરી, કહ્યું ભગવો પહેરો, ચૈતર વસાવાએ કર્યો ધડાકો

આ પણ વાંચો: મનરેગા મુદ્દે આપ MLA ચૈતર વસાવાનો CMને પત્ર

આ પણ વાંચો: સુરતમાં AAP-કોંગ્રેસનું ઐતિહાસિક ‘વિરોધ ગઠબંધન,ચૂંટણીની દુશ્મનાવટ ભૂલીને DGVCL અને સ્માર્ટ મીટર મુદ્દે એક મંચ પર