Gujarat Local Body Election 2026/ નવસારીમાં મતદાન દરમિયાન તણાવ, ઉમેદવાર અને કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ મારામારી

નવસારીના વોર્ડ 13માં મતદાન દરમિયાન ઉમેદવાર અને કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ તણાવ સર્જાયો. કોંગ્રેસ (Congress) ઉમેદવાર પ્રમોદ રાઠોડને લાફો માર્યાના આક્ષેપ બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો.

Top Stories Gujarat Others Breaking News
નવસારી મતદાનમાં Congress ઉમેદવારને લાફો મારાતા માહોલ ગરમાયો

Gujarat Local Body Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન નવસારી શહેરના વોર્ડ નંબર 13માં મતદાન સમયે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ઉમેદવાર અને કાર્યકરો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા હાથાપાઈ સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ, કોંગ્રેસ (Congress)ના ઉમેદવાર પ્રમોદ રાઠોડ સાથે ઝપાઝપીની ઘટના બની હતી. ઘટનામાં તેમને થપ્પડ મારવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ બનાવ બાદ મતદાન મથક નજીક થોડા સમય માટે ગરમાવો જોવા મળ્યો હતો.

ચૂંટણીમાં Congress ઉમેદવારને લાફો

સ્થાનિક સ્તરે મળતી માહિતી અનુસાર, ભાજપ સાથે જોડાયેલા વ્યક્તિ પર હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઘટનાને કારણે બંને પક્ષોના સમર્થકો વચ્ચે તણાવનો માહોલ સર્જાયો હતો.બનાવ બાદ કોંગ્રેસ (Congress) ઉમેદવાર પ્રમોદ રાઠોડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવા માંગ કરી હતી. પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી.

પ્રશાસન દ્વારા મતદાન મથક પર શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મતદારોને નિર્ભયતાથી મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.ચૂંટણી (Election) દરમિયાન બનેલી આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે. હવે પોલીસે સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા

આ પણ વાંચો:ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો:ભરૂચમાં મતદાન વખતે જ બત્તી ગુલ, મીણબત્તીના સહારે થયું મતદાન