Gujarat Local Body Election 2026/ ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન કેટલાક વિસ્તારોમાં મતદારોની નારાજગી સામે આવી, મહુવાના ઉમણીયાવદર ગામે ‘કટ નહીં તો મત નહીં’ના સૂત્ર સાથે મતદાનનો બહિષ્કાર (Voting Boycott) કર્યો.

Top Stories Gujarat Others Breaking News
મહુવામાં Voting Boycott, ત્રણ બુથ પર એકપણ મત નહીંવ

Gujarat Local Body Election 2026 Voting Boycott: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યભરમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. કુલ 9,263 બેઠકો માટે 25 હજારથી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. અનેક સ્થળોએ મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં નારાજગી પણ સામે આવી છે.

ગામલોકોએ મતદાન ટાળ્યું (Voting Boycott)

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉમણીયાવદર ગામમાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર (Voting Boycott) કર્યો છે. ગામના ત્રણ મતદાન કેન્દ્રો પર સવારથી લાંબા સમય સુધી એકપણ મત નોંધાયો નહોતો. ગામલોકોએ “કટ નહીં તો મત નહીં”ના સૂત્ર સાથે વિરોધ નોંધાવ્યો છે.

ગ્રામજનોનું કહેવું છે કે નેશનલ હાઈવે પર જરૂરી કટ ન હોવાને કારણે આસપાસના 20 જેટલા ગામોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહુવા જવા માટે લોકોને ચાર કિલોમીટર જેટલો વધારાનો રસ્તો ફેરવો પડે છે, જેના કારણે દર્દીઓ, એમ્બ્યુલન્સ અને સામાન્ય વાહન વ્યવહારને મુશ્કેલી પડે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જેના કારણે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યભરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો જોવા મળી રહ્યો છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકશાહીના આ પર્વમાં જ્યાં એક તરફ મતદાનનો ઉત્સાહ છે, ત્યાં બીજી તરફ કેટલીક મૂળભૂત સમસ્યાઓને લઈ મતદારોની નારાજગી પણ સામે આવી રહી છે.


આ પણ વાંચો:ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું

આ પણ વાંચો:ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો:આણંદમાં ચૂંટણી પહેલા હિંસા, વોર્ડ 13ના કોંગ્રેસ ઉમેદવાર હર્શિલ દવે પર હુમલો, આંકલાવમાં પણ મારપીટની ઘટના