Anand News:કરમસદ-આણંદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને શહેરમાં ચર્ચાઓ અને પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે એક ચિંતાજનક ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 13ના કોંગ્રેસ ઉમેદવાર હર્શિલ દવે પર મોડી રાત્રે લુખ્ખાઓ દ્વારા હુમલો (Election Violence) કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.ઘટનામાં હર્શિલ દવે ઇજાગ્રસ્ત થયા છે અને તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
દારૂ વહેંચવાના આક્ષેપ સાથે લુખ્ખાઓ દ્વારા હુમલો કરાયો
માહિતી અનુસાર, હુમલો દારૂ વહેંચવાના આક્ષેપને લઈને થયો હોવાનું જણાય છે. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં અજાણ્યા આરોપીઓએ હર્શિલ દવે પર આક્રમક હુમલો કર્યો. હુમલાખોરોની ઓળખ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી,પરંતુ પોલીસ તપાસમાં CCTV ફુટેજ અને આસપાસના સાક્ષીઓના નિવેદનોના આધારે આગળ વધી રહી છે.

હર્શિલ દવે આ વખતે પણ કોંગ્રેસ તરફથી વોર્ડ 13માંથી ઉમેદવારી કરી રહ્યા છે. તેઓ અગાઉ પણ સ્થાનિક ચૂંટણીમાં સક્રિય રહ્યા છે. આ વખતે તેમણે એક અનોખી પહેલ કરી છે ક્રાઉડફંડિંગ દ્વારા ચૂંટણી ફંડ એકત્ર કરવાની. મતદારો પાસેથી નાની-નાની રકમ ઉઘરાવીને તેઓ પોતાનો પ્રચાર અને ચૂંટણી વ્યવસ્થા ચલાવી રહ્યા છે. આ પહેલને લોકોમાં સારો પ્રતિસાદ મળ્યો છે.પોલીસે ઘટનાની ગંભીરતા જોતાં તરત કાર્યવાહી શરૂ કરી છે.
આણંદમાં ચૂંટણી પહેલા (Election Violence) માર માર્યાનો આરોપ
આ સાથે જ આણંદ જિલ્લાના આંકલાવ પાલિકામાં પણ ચૂંટણી (Election Violence) પહેલાની રાતે હિંસક ઘટના બની છે. આંકલાવ પાલિકાના કારોબારી સભ્યને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં કારોબારી સભ્યની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આંકલાવ પાલિકાના કારોબારી પ્રમુખે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કોંગ્રેસ ઉમેદવાર સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ પર મારપીટનો આરોપ મૂકવામાં આવ્યો છે.
જાણકારી અનુસાર ચૂંટણીના (Election Violence) એક દિવસ પહેલા રાત્રે આ ઘટના બની હતી. આરોપીઓએ કારોબારી સભ્યને લક્ષ્ય બનાવીને હુમલો કર્યો હતો. હુમલામાં સભ્યને ગંભીર મારપીટ કરવામાં આવી હોવાનું કહેવાય છે. ઉપરાંત, તેમની વાહનને પણ નુકસાન પહોંચાડીને તોડફોડ કરવામાં આવી હતી.કારોબારી પ્રમુખે પોતે આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે, જેમાં સ્પષ્ટપણે કોંગ્રેસના એક ઉમેદવાર અને અન્ય ત્રણ વ્યક્તિઓના નામ લેવામાં આવ્યા છે.આંકલાવ પોલીસ સ્ટેશને સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે
