Anand News/ આણંદના ભાલેજમાં બે એક જ કોમના બે જૂથો સામસામે, પથ્થરમારો અને તોડફોડમાં 6 ઘાયલ

Anandના ભાલેજમાં રસ્તાના વિવાદમાં એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારો અને તોડફોડ થઈ હતી. 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર છે.

Top Stories Gujarat Others
Anand Bhalej Group Clash

Anand Bhalej Group Clash: આણંદ જિલ્લાના ભાલેજ વિસ્તારમાં રસ્તા જેવી નજીવી બાબતે થયેલી તકરારે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ભાલેજમાં એક જ કોમના બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીના રસ્તાના વિવાદમાં બંને પક્ષોએ ઘાતક શસ્ત્રો સાથે એકબીજા પર હુમલો કર્યો હતો, જેમાં 6 લોકો લોહીલુહાણ થયા છે.

Anand: સોસાયટીના રસ્તા માટે ખેલાયો ખૂની ખેલ

અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પોલીસ ઘણીવાર આરોપીઓની ધરપકડના ફોટા અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરે છે. આ અંગે કોર્ટે નોંધ્યું કે આનાથી જનતાના મનમાં પહેલેથી જ આરોપી પ્રત્યે પૂર્વગ્રહ બંધાઈ જાય છે. આ ઉપરાંત, જ્યારે કોઈ આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છૂટે છે, ત્યારે આ સોશિયલ મીડિયા ટ્રાયલને કારણે સામાન્ય જનતા ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવે છે.

ઘાયલોની સ્થિતિ ચિંતાજનક

આ હિંસક અથડામણમાં બંને પક્ષના કુલ 6 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે આણંદની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઘાયલો પૈકી 3 દર્દીઓની હાલત અત્યંત ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ઘટનાની જાણ થતા જ ભાલેજ પોલીસ સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ વધુ અઘટિત ઘટના ન બને તે માટે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.


આ પણ વાંચો: આણંદમાં પોક્સો કેસમાં 100% સજાનો દર, 7માંથી 6 આરોપીઓને આજીવન કેદ

આ પણ વાંચો: આણંદમાં ઉમરેઠના ભાજપના MLA ગોવિંદભાઈ પરમારનું અવસાન

આ પણ વાંચો: આણંદ: વિદેશનો મોહ યુવક યુવતીને મોંઘો પડ્યો