Delhi Airport Emergency landing: રવિવારે વહેલી સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. ઝુરિચ જતી સ્વિસ એર ફ્લાઇટના પાયલોટે ડાબા લેન્ડિંગ (Emergency landing) ગિયરમાંથી ધુમાડો નીકળતો જોતાં ટેકઓફ રદ કરી દીધી.
Emergency landing કરવું પડ્યું…
એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. મુસાફરોને બહાર કાઢવા દરમિયાન થયેલી અંધાધૂંધીમાં ચાર લોકો ઘાયલ થયા હતા.
અહેવાલો અનુસાર, વિમાન ઉડાન ભરવાનું હતું ત્યારે ડાબા લેન્ડિંગ (Emergency landing) ગિયરમાંથી અચાનક ગાઢ ધુમાડો નીકળ્યો. ક્રૂએ ઝડપથી કાર્યવાહી કરી અને ટેકઓફ રદ કર્યો. બધા સાત ઇમરજન્સી એક્ઝિટ ગેટ ખોલવામાં આવ્યા, અને મુસાફરોને સ્લાઇડર દ્વારા બહાર કાઢવામાં આવ્યા.
આગને કાબુમાં લેવા માટે TFT ફાયર ટેન્ડરોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. વિમાનમાં સવાર 232 લોકોમાંથી 227 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ખાસ DIAL રિસેપ્શન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.
સ્થળાંતર પ્રક્રિયા દરમિયાન ચાર મુસાફરો ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ મુસાફરોને સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે એકને એરપોર્ટના મેડિકલ સેન્ટરમાં સારવાર આપવામાં આવી હતી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, DIAL એ કટોકટી વ્યવસ્થાપન કેન્દ્ર અને મલ્ટી-એજન્સી રિસ્પોન્સ ટીમને સક્રિય કરી હતી.
આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પર મોટી હવાઈ દુર્ઘટના ટળી, AAIB રિપોર્ટમાં ગંભીર ખામીઓનો ખુલાસો
આ પણ વાંચો:ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસનો કહેર, દિલ્હી એરપોર્ટ પર 6 ફ્લાઇટ્સ રદ
આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પર દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ, USD અને SAR સાથે મુસાફર ઝડપાયો
