જકાર્તા,
ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં રવિવારે ભારતના ખાતામાં વધુ બે મેડલનો વધારો થયો છે. એશિયન ગેમ્સના આઠમા દિવસે ભટ્ટને ઘોડેસવારીની સ્પર્ધામાં ૨ સિલ્વર મેડલ જીતવામાં સફળતા મળી છે. ભારતને ઘોડેસવારીની સિંગલ મુકાબલામાં પહેલો સિલ્વર મેડલ ફવાદ મિર્જાએ જયારે બીજો સિલ્વર મેડલ ટીમ મુકાબલામાં હાંસલ થયો હતો.
#AsianGames2018: India's Fouaad Mirza wins silver medal in Eventing Individual Equestrian, India wins silver medal in Equestrian team event also. pic.twitter.com/rmIyASsLPR
— ANI (@ANI) August 26, 2018
ઘોડેસવારીના સિંગલ મુકાબલાની ફાઈનલમાં મિર્જાએ ૨૬.૪૦ સેકન્ડમાં પોતાની સ્પર્ધા પૂર્ણ કરીને બીજું સ્થાન હાંસલ કર્યું હતું અને સિલ્વર મેડલ પર કબ્જો કર્યો હતો. આ સાથે ભારતે ૩૬ વર્ષ બાદ આ સિંગલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી છે.
જયારે ટીમ ઇવેન્ટમાં રાકેશ કુમાર, આશિષ મલિક, જીતેન્દ્ર સિંહ અને ફવાદ મિર્જાની જોડીએ ૧૨૧.૩૦ સેકન્ડ સાથે બીજી સ્થાન હાંસલ કરતા સિલ્વર મેડલ જીત્યો હતો.
૧૮માં એશિયાઈ ગેમ્સમાં અત્યારસુધીમાં ભારતના ખાતામાં કુલ ૩૧ મેડલ આવ્યા છે, જેમાં ૭ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૧૭ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત કુલ ૨૯ મેડલ સાથે ૯માં નંબરે છે.
બેડમિન્ટનમાં સાઈના – સિધ્ધુ પહોચ્યા સેમીફાઈનલમાં
PV Sindhu defeats Thailand's Nitchaon Jindapol to reach the badminton semi finals. #AsianGames2018 pic.twitter.com/z5zxtK6HAl
— ANI (@ANI) August 26, 2018
Saina Nehwal defeats Thailand's Ratchanok Intanon in quarterfinals, moves into semifinals #AsianGames pic.twitter.com/QccQs91fmn
— ANI (@ANI) August 26, 2018
ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ અને પી વી સિધ્ધુ મહિલા સિંગલ મુકાબલાની સેમીફાઈનલ પંહોચી ગયા છે. સાઈનાએ થાઈલેન્ડની ખેલાડીને ૨૧-૧૮,૨૧-૧૬થી હરાવી હતી, જયારે પીવી સિંધુએ પણ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં થાઇલેન્ડની ખેલાડીને ૨૧-૧૧,૨૧-૧૬,૨૧-૧૪ થી હરાવી સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી હતી. આ સાથે ભારતના ખાતામાં બે બ્રોન્ઝમેડલ પાક્કા થઇ ગયા છે.
તીરંદાજી : મેન્સ કમ્પાઉન્ડ ટીમ મુકાબલાના સેમીફાઈનલમાં પહોચ્યું ભારત
ભારતીય મેન્સ તીરંદાજી ખેલાડીઓએ પોતાની લય જાળવી રાખતા મેન્સ કમ્પાઉન્ડ ટીમ સ્પર્ધાની સેમીફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે. રજત ચૌહાણ, અમન સૈની અને અભિષેક વર્માની ભારતીય ટીમે ક્વાર્ટર ફાઈનલમાં ફિલીપીન્સને ૨૨૭-૨૨૬ના સ્કોરથી હાર આપી હતી.
