Not Set/  રેપનો ભોગ બનેલી 12 વર્ષની સગીરાએ આત્મહત્યા કરી

અમદાવાદ, રાજ્યમાં દુષ્કર્મના બનાવો એ હદે વધી રહ્યા છે કે બહેનોને હવે જીવન પણ ટૂંકાવી દેવું પડે છે. અમદાવાદમાં 12 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે.આ સગીરા પર થોડા સમય પહેલા રેપ થયો હતો અને તેનુ લાગી આવતા તેણે આત્મ હત્યા કરી લીધી હતી. અમદાવાદનાં વાસણા વિસ્તારના નીલકંઠ એપાર્ટમેન્ટની આ ઘટના છે. […]

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ,
રાજ્યમાં દુષ્કર્મના બનાવો એ હદે વધી રહ્યા છે કે બહેનોને હવે જીવન પણ ટૂંકાવી દેવું પડે છે. અમદાવાદમાં 12 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે.આ સગીરા પર થોડા સમય પહેલા રેપ થયો હતો અને તેનુ લાગી આવતા તેણે આત્મ હત્યા કરી લીધી હતી.
અમદાવાદનાં વાસણા વિસ્તારના નીલકંઠ એપાર્ટમેન્ટની આ ઘટના છે. જ્યાં ઘરકામ કરતી 12 વર્ષીય સગીરાએ આપઘાત કરી પોતાના જીવનનો અંત આણ્યો છે.
મૃતક સગીરાના પરિવારજનોએ એક યુવર પર એવો આરોપ લગાવ્યો છે કે તેને મૃતક સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. જેના કારણે સગીરાએ આત્મહત્યા કરી લીધી. હવે આ મામાલામાં સગીરાના પરિવારજનોએ સગીરાની લાશ સ્વીકારવાનો પણ ઇન્કાર કરી દીધો છે.
મૃતક સગીરાના પરિવાજનો અનુસાર, સગીરા જ્યારે ઘરકામ કરવા ગઇ હતી ત્યારે યુવાન ઘરમાં એકલો હતો અને તેને ઘરમાં કોઇ ન હોતા તકનો લાભ ઉઠાવી 12 વર્ષીય સગારા પર દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાં જ પોલીસે આ મામલામાં લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી છે. હવે મૃતક સગીરાના પરિવારજનો આ મામલામાં ન્યાયની માંગ કરી રહ્યા છે.