મુંબઇ,
થોડા દિવસ પહેલા આવા અહેવાલો સામે આવ્યા હતા કે સૈફ અલી ખાન તેની દીકરી સારા અલી ખાન સાથે ઈમ્તિયાજ અલીની આગામી ફિલ્મ ‘લવ આજ કલ 2’માં દેખાશે. પરંતુ એવું લાગે છે કે હમણાં ચાહકોએ આ રિયલ લાઈફ બાપ-દીકરીને રૂપેરી પડદા પર જોવા માટે વધુ રાહ જોવી પડશે.

સૈફ અલી ખાને એક મીડિયા પોર્ટલ સાથે વાતચીત કરતા આ સમાચારને નકાર્યા છે કે તે ફિલ્મમાં સારાના પિતાના રોલ નિભાવ જઈ રહ્યા છે. એક વેબસાઈટના અહેવાલ અનુસાર, સૈફે કહ્યું કે તેમને કોઈ અંદાજ નથી કે આવા સમાચાર ક્યાંથી ઉડવા લાગે છે કે તે સારાના પિતાના પાત્રને નિભાવી રહ્યો છું. પહેલાં આવા સમાચાર પણ આવ્યા હતા કે સારા પોતાના પિતા સૈફ સાથે ફિલ્મ ‘જવની જાનેમન’માં દેખાશે. પણ પછીથી જાણવા મળ્યું કે આ ફિલ્મથી પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાળા ડેબ્યુ કરવા જઈ રહી છે.

મીડિયા સાથે વાત કરતાં, સારાએ કહ્યું, “મને અબ્બા સાથે ફિલ્મો કરવાથી ખૂબ જ આનંદ થશે, પરંતુ ફિલ્મમાં અમારા પાત્રો સાથે સંપૂર્ણ ન્યાય હોવો જોઈએ. અમે માત્ર એટલા માટે કોઈ ફિલ્મ નથી કરી રહ્યા કે અમારે સાથે કામ કરવાનું છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો સૈફ હવે આગામી ફિલ્મ ‘તાનાજી’ માં અજય દેવગન સાથે જોવા મળશે, જ્યારે સારા અલી ખાન વરુણ ધવનની સાથે ડેવિડ ધવનની સુપરહિટ ફિલ્મ ‘કુલી નં 1’ની રિમેકમાં દેખાશે.
