Breaking News : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણમાં એક ઔદ્યોગિક એકમમાં લિફ્ટ તૂટી પડતાં બે પરપ્રાંતિય યુવાનોના મોત થયા છે. આ ઘટના સાયણના આદર્શ નગર-2 વિભાગના ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી.
પ્રાથમિક માહિતી મુજબ, માલ લોડ થઈ રહ્યો હતો ત્યારે લિફ્ટ અચાનક તૂટી પડી હતી. લિફ્ટમાં બેઠેલા બે યુવાન કામદારો, રિકી મહંતો અને કિશન, ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ઘટનાની માહિતી મળતાં, ઓલપાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:અમદાવાદનાં નરોડામાં લિફ્ટ તૂટી જતાં અફરાતફરી, ઘટનાનો વીડિયો વાયરલ

