Gir Somnath News : ગીર સોમનાથમાં બળાત્કારના કેસમાં FSL નો રિપોર્ટ તરફેણમાં આપવા માટે સાડા ત્રણ લાખની લાંચ માંગ્યા બાદ બે લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા જુનાગઢ પોલીસના MT વિભાગમાં આઉટ સોર્સ ડ્રાઈવર સંદીપ રામભાઈ રાવલીયાની ACBએ ધરપકડ કરી હતી.
આ કેસના ફરીયાદીના ભાઈ CRPF માં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વિરૂદ્ધ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં સપ્ટેમ્બર 2025માં માં SC-ST Act અને બળાતકાર અંગેનો ગુનો દાખલ થયો હતો. ગુનાની તપાસમા લેવાયેલા નમૂનામાં જુનાગઢ FSL માંથી રીપોર્ટ તેઓની ફેવરમાં (નીલ) લાવી આપવાનું જણાવી જુનાગઢ પોલીસના MT વિભાગમાં આઉટ સોર્સ ડ્રાઈવર તરીકે કામ કરતા સંદીપ રામભાઈ રાવલીયાએ ફરીયાદી પાસે રૂ.સાડા ત્રણ લાખની લાંચની માંગણી કરી હતી.
જેમાં રકઝકના અંતે રૂ.2,00,000 નું નક્કી કર્યું હતું. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે જૂનાગઢ ACB.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. . જેને આધારે ACBએ મયુર ફરસાણ નામની દુકાન પાસે, મધુરમ વિસ્તાર, જુનાગઢ જાળ બિછાવીને બે લાખ રૂપિયાની લાંચ લેતા સંદીપ રાવલીયાને રંગેહાથ ઝડપી લીધો હતો.

