Ahmedabad News/ અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ

અમદાવાદના પોપ્યુલર ગ્રુપની કમનસીબી પીછો છોડતી લાગતી નથી. રમણ પટેલ પછી હવે તેમના ભાઈ દશરથ પટેલની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેમની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં બોપલમાં ઘુમા અને ગોધાવીમાં વારસાઈ જમીન ખોટી રીતે પચાવી પાડવાનો કેસ તેમની સામે 2022માં નોંધાયો હતો. તેઓ આ કેસમાં નાસતા ફરતા હતા. આમ પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ કાયદાના સકંજામાં સપડાયા પછી હવે તેમના ભાઈ ફરતે પણ ગાળિયો કસાયો છે.

અમદાવાદ ગ્રામ્ય લોકલ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. સાણંદ અને બોપલ પોલીસ મથકે નોંધાયેલા જમીન છેતરપિંડીના ગુનામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. દશરથ પટેલ સામે નવેમ્બર 2025માં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. તેમની સામે નોંધાયેલી ફરિયાદ મુજબ સાણંદ તાલુકાના ગોધાવી વિસ્તારમાં જમીનના બોગસ દસ્તાવેજ બનાવીને તેમણે છેતરપિંડી આચરી હતી. આ જમીન કૌભાંડમાં દશરથ પટેલનું નામ ખૂલતા તેઓ પોલીસ રડાર પર હતા.

છેવટે ગ્રામ્ય એલસીબીએ મળેલી બાતમીના આધારે તેમની અટકાયત કરીને સાણંદ પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે. તેમને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. તેમની સામે હવે કાયદાકીય કાર્યવાહી શરૂ થશે. આ સંદર્ભમાં તપાસ થાય તો વધુ કેસો નીકળે તેવી પૂરેપૂરી સંભાવના છે. અગાઉ જેમ રમણ પટેલ સામે એક કેસ નોંધાયો તેના પછી તેમની સામે અનેક કેસો નીકળ્યા હતા. આ જ રીતે દશરથ પટેલ સામે પણ અનેક કેસ નીકળળે તો આશ્ચર્ય નહીં થાય.


આ પણ વાંચો: અમદાવાદ સીઆઇડી ક્રાઇમે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની કરી ધરપકડ

આ પણ વાંચો:  પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ ત્રણ વર્ષ પછી જામીન પર છૂટશે, પણ ગુજરાતમાં નહીં રહી શકે

આ પણ વાંચો: મુસીબતોનો પર્યાય એટલે પોપ્યુલર બિલ્ડર, જાણો હવે કઇ નવી મુસિબતમાં ફસાયા?