Himmatnagar News : હિંમતનગરના ગઢા ગ્રામ પંચાયતના તલાટીની રૂ.500 ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ ધરપકડ કરી હતી. આરોપીએ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ મળતી સહાયના નાણાં અઇપાવવા ફરિયાદી પાસે લાંચ માંગી હતી.
આ કેસના ફરિયાદીએ શૌચાલય બનાવ્યા હતા અને સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ સરકારની સહાય મેળવવા માટે ફોર્મ ભર્યું હતું. જેની સહાય પેટે રૂ.12,000 મળતા હતા. આ રકમ ખાતામાં જમા કરાવવા માટે ગઢા ગ્રામ પંચાયતના તલાટી જીતેન્દ્ર કુમાર ઝેડ પટેલે રૂ.2000 ની લાંચ માંગી હતી. જેમાં ફરિયાદીએ પટેલને 1500 રૂપિયા આપ્યા હતા. જોકે બાકીની રકમ આપવી ન હોવાથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંદાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ ગઢા ગ્રામ પંચાયત કચેરીમાં જાળ બિચાવીને લાંચ લેતા તલાટીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: જામનગરની જીજી હોસ્પિટલના લાંચકાંડમાં સંડોવાયેલ પટાવાળો પકડાયો
આ પણ વાંચો: સોમનાથમાં વનવિભાગને મળી સફળતા, દિપડો આખરે પાંજરે પૂરાયો
