Not Set/ મધર ટેરેસાની સંસ્થામાં બાળક વેચાણનો મામલો : મેનકા ગાંધીએ આપ્યા તપાસના આદેશ

મધર ટેરેસાની સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટી માંથી બાળકોને વેચવાના મામલાએ ખુબ જોર પકડ્યું છે. કેન્દ્ર સરકારે પણ દેશભરમાં મિશનીરઝ ઓફ ચેરિટી માં બાળગૃહની તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ આ મામલાને લઇને રાજ્ય સરકારોને આદેશ કર્યો કે દરેક રાજ્યો મહિનાની અંદર બાળગૃહનું રજિસ્ટ્રેશન કરાવે અને સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી સાથે જોડવાની પ્રક્રિયા પુરી […]

Top Stories India

મધર ટેરેસાની સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટી માંથી બાળકોને વેચવાના મામલાએ ખુબ જોર પકડ્યું છે. કેન્દ્ર સરકારે પણ દેશભરમાં મિશનીરઝ ઓફ ચેરિટી માં બાળગૃહની તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ આ મામલાને લઇને રાજ્ય સરકારોને આદેશ કર્યો કે દરેક રાજ્યો મહિનાની અંદર બાળગૃહનું રજિસ્ટ્રેશન કરાવે અને સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી સાથે જોડવાની પ્રક્રિયા પુરી કરે. ઝારખંડની રાજધાની રાંચીમાં મિશનરિઝ ઓફ ચેરિટી માંથી બાળકો વેચવાનો મામલો બહાર આવ્યા પછી કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ફેરફાર થયેલા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત દરેક બાળગૃહ કેન્દ્રોને સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી સાથે જોડાવું અનિવાર્ય છે. અત્યારના સમયમાં આશરે 4000 કેન્દ્ર જોડાવવાના બાકી છે. બીજી તરફ રાંચીમાં મિશનરિઝ ઓફ ચેરિટી દ્વારા સંચાલિત નિર્મલ હૃદય સંસ્થાની સિસ્ટર કોનસિલિયા અને કર્મચારી અનિમા ઇંદરવાર સાથે બાળક ચોરી મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને આરોપીઓએ લગાવાયેલા આરોપોનો સ્વીકાર પણ કરી લીધો છે.

મિશનરિઝ ઓફ ચેરિટીના કર્મચારી અનિમા ઇંદવારે પોલીને જણાવ્યું કે, આ પહેલા એ નક્કી થતું હતું કે, કયા દંપત્તીને બાળક વેચવાનું છે. જ્યારે બાળક જન્મ લે અને હોસ્પિટલમાંથી રિલિઝ થયા બાદ એક બે સપ્તાહ અંદર બાળકને વેચી દેતા હતા. જેમાં સિસ્ટર કોનસિલિયા ની મંજૂરી રહેતી હતી.

અનિમાએ જણાવ્યું કે, યુપીના સૌરભ અગ્રવાલના સંબંધીના ઘરે કામ કરતી મેડ મધુથી સંપર્ક થયો હતો. મધુ પાર્ટ ટાઇમ સદર હોસ્પિટલમાં ગાર્ડ તરીકે કામ કરતી હતી. તેણે જ સૌરભના સંબંધીઓને જણાવ્યું હતું કે, એક અપરીણિત યુવતી માતા બનવાની છે. ત્રણ મેના દિવસે તેને રજા આપવામાં આવી હતી.સૌરભ 15 મેના દિવસે રાંચી આવ્યો અને અનિમાને 1.20 લાખ રૂપિયા આપીને બાળક લઇ ગયો હતો. અનિમા જયારે ખુદ ફસાવવા લાગી ત્યારે ફેમિલી કોર્ટમાં બાળકને રજુ કરવાનું બહાનું બનાવીને સૌરભને પાછો બોલાવ્યો હતો. જોકે, અત્યારે પોલીસ તપાસ કરી રહી છે.