Jammu Kashmir News/ 2019 પુલવામા આતંકી હુમલાના આરોપીને આવ્યો હાર્ટ એટેક, 32 વર્ષની ઉંમરે અવસાન

2019ના પુલવામા આતંકી હુમલાના 32 વર્ષીય આરોપીનું જમ્મુની હોસ્પિટલમાં હાર્ટ એટેકથી મોત થયું છે. આ માહિતી એક અધિકારીએ આપી છે.

Trending India

Jammu Kashmir News: 2019ના પુલવામા આતંકી હુમલાના 32 વર્ષીય આરોપીનું જમ્મુની હોસ્પિટલમાં હાર્ટ એટેકથી મોત થયું છે. આ માહિતી એક અધિકારીએ આપી છે.

2019માં પુલવામામાં મોટો આતંકી હુમલો થયો હતો

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર લેથપોરા પાસે આતંકવાદીઓએ CRPFના કાફલાને IED બ્લાસ્ટથી નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. વાસ્તવમાં સીઆરપીએફ જવાનોની બસ એક રૂટ પર જઈ રહી હતી. આ દરમિયાન આતંકીઓએ હુમલો કર્યો હતો.

શહીદ થયેલા જવાનો સીઆરપીએફની 54 બટાલિયનના હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બસના ટુકડા થઈ ગયા હતા. સેનાનો આ કાફલો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો.

ભારતે જડબાતોડ જવાબ આપ્યો

ભારતે પુલવામા હુમલાના 12 દિવસ બાદ 26 ફેબ્રુઆરી 2019ના રોજ સવારે 3 વાગ્યે પુલવામા હુમલાનો બદલો લીધો હતો. ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકુ વિમાનોએ નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી અને બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓ પર ઝડપી હુમલા કર્યા.

આ દરમિયાન આતંકીઓના ઠેકાણાઓ પર મોટી સંખ્યામાં બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. પીએમ મોદી આ એર સ્ટ્રાઈક પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. મિશન પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ NSA અજીત ડોભાલ, તત્કાલીન વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ સહિત તમામ સૈનિકોની પ્રશંસા કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અવંતીપોરામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા, યુએસ બનાવટની મળી રાઈફલ

આ પણ વાંચો:કાશ્મીર ખીણમાં ઓપરેશન ઓલઆઉટ ચાલુ, સુરક્ષા દળોએ 24 કલાકમાં 4 આતંકવાદીઓને ઠાર કર્યા

આ પણ વાંચો:સુરક્ષા દળોએ અવંતીપોરામાં બે આતંકવાદીઓને ઠાર કર્યા, આતંકવાદીઓ પાસેથી AK-47 મળી