West Bengal News/ બંગાળ કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ, બે જૂથો વચ્ચે મારામારી

પશ્ચિમ બંગાળ (West Bengal)માં ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ રાજકીય ગરમાવો યથાવત્ છે

Top Stories India
પશ્ચિમ બંગાળ (West Bengal)માં ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ રાજકીય ગરમાવો યથાવત્ છે

West Bengal News : પશ્ચિમ બંગાળ (West Bengal)માં ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ રાજકીય ગરમાવો યથાવત્ છે. તાજેતરમાં માલદા (Malda) જિલ્લાના ચંચલ (Chanchal)વિસ્તારમાં કોંગ્રેસ (Congress)ના પાર્ટી કાર્યાલયને લઈને પાર્ટીના બે જૂથો આમને-સામને આવી ગયા હતા. જિલ્લા સ્તરના નેતાઓની હાજરીમાં જ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, કોંગ્રેસના સ્થાનિક કાર્યાલય પર કબજો મેળવવાના મુદ્દે પાર્ટીના એક જૂથ અને બળવાખોર કાર્યકરો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ (Congress)ના કેટલાક નેતાઓ અને કાર્યકરો પાર્ટી ઓફિસ પહોંચ્યા હતા. તે દરમિયાન ઓફિસમાં પહેલેથી હાજર બળવાખોર જૂથના કાર્યકરો સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિવાદ વધતા બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી અને મારામારી થઈ હતી. કેટલાક લોકોએ લાકડીઓનો પણ ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે. આ અથડામણમાં બંને પક્ષના કાર્યકરોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘાયલોમાં એક બળવાખોર કાર્યકરના નાકમાં ઈજા થઈ હોવાનું તેમજ કોંગ્રેસના એક કાર્યકરને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ચંચલ પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ કેન્દ્રીય દળોના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સુરક્ષા દળોએ તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લઈને બંને જૂથોને અલગ કર્યા હતા અને વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

આ ઘટના બાદ કોંગ્રેસ (Congress)ના સ્થાનિક સંગઠનમાં ચાલી રહેલા આંતરિક મતભેદો ફરી એકવાર જાહેરમાં સામે આવ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : પશ્ચિમ બંગાળ સરહદે બાંગ્લાદેશીઓની લાગી કતાર, 3D નીતિના ડરથી પલાયન શરૂ

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળ ભારતના પૂર્વમાં હોવા છતાં નામમાં ‘પશ્ચિમ’ કેમ? જાણો રસપ્રદ ઐતિહાસિક કારણ

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં નવા સીએમ સુવેન્દુ અધિકારીના શપથવિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત