Gujarat News: નર્મદા નદીના જળ છેવાડાના કચ્છ અને બનાસકાંઠા સુધી પહોંચી ગયા પછી પણ ગુજરાતમાં પાણીની તંગીનો ભય હજુ ટળ્યો નથી. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા અભ્યાસ અને અહેવાલોમાં ચિંતાજનક તારણો સામે આવ્યા છે. આગામી પાંચ વર્ષમાં પાણીની માંગમાં ૨૦ થી ૩૦ ટકા સુધીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે 2050 સુધીમાં આ આંકડો 100 ટકા સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો હવે જ પાણીના વ્યવસ્થાપન અને નવા સ્ત્રોતોની શોધ નહીં કરવામાં આવે તો રાજ્યમાં ગંભીર જળસંકટ ઉભું થશે જેવું હાલ ઈરાનના પાટનગર તેહરાનમાં જોવા મળી રહ્યું છે, જ્યાં પાણીની અછતને કારણે હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે.

ગુજરાતની વસ્તી વધારો, શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસને કારણે પાણીની માંગ ઝડપથી વધી રહી છે. ઘર વપરાશ ઉપરાંત ઔદ્યોગિક અને સિંચાઈ ક્ષેત્રે પાણીનો વપરાશ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલમાં નર્મદા નદી એકમાત્ર મુખ્ય સ્ત્રોત છે, પરંતુ તેની ક્ષમતા મર્યાદિત છે.
ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભૂગર્ભ જળનો અતિશય વપરાશ ચિંતાનો વિષય બન્યો છે.રાજ્ય સરકારે આ ચેતવણીઓને ગંભીરતાથી લીધી છે અને પાણીના નવા સ્ત્રોતો શોધવાની દિશામાં કામગીરી શરૂ કરી છે.
| જિલ્લો | પાણીની જરૂરિયાત | જિલ્લો | પાણીની જરૂરિયાત | જિલ્લો | પાણીની જરૂરિયાત |
| અમદાવાદ | 3706 | ડાંગ | 612 | છોટાઉદેપુર | 2737 |
| વડોદરા | 12388 | ખેડા | 5932 | સુરેન્દ્રનગર | 5064 |
| ગાંધીનગર | 4521 | ભાવનગર | 8844 | પંચમહાલ | 4607 |
| સુરત | 27321 | ભરુચ | 4830 | દાહોદ | 5531 |
| રાજકોટ | 11127 | અરવલ્લી | 2731 | દ્રારકા | 2310 |
| સાબરકાંઠા | 3807 | જામનગર | 5880 | આણંદ | 6674 |
| બનાસકાંઠા | 8988 | પોરબંદર | 1987 | ||
| કચ્છ | 6974 | મોરબી | 4593 | ||
| પાટણ | 3916 | મહેસાણા | 6201 |
ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા એક અહેવાલ મુજબ, 2019-20 માં અમદાવાદ જિલ્લાની પાણીની માંગ 3706.36 એમએલડી હતી. વડોદરાને 12388 એમએલડી, રાજકોટને 11127 એમએલડી અને સુરતને 27321 એમએલડીની જરૂર છે. 2030 સુધીમાં આ બધા જિલ્લાઓમાં પાણીની માંગમાં 20-30 ટકાનો વધારો થવાની ધારણા છે, જ્યારે 2050 સુધીમાં માંગમાં 100 ટકાનો વધારો થશે.

આ અહેવાલના આધારે, રાજ્ય સરકારે પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવા પાણીના સ્ત્રોતોની શોધ શરૂ કરી છે. હાલમાં, નર્મદા નદી ગુજરાતનો એકમાત્ર મુખ્ય પાણીનો સ્ત્રોત છે. જોકે, ખતરાની ઘંટડી વાગતા, સરકારે પાણીના નવા સ્ત્રોતો વિકસાવવાનું વિચારવાનું શરૂ કર્યું છે. નર્મદાના પાણી ફાળવણીની સમીક્ષા બાદ જો ગુજરાતનો પાણીનો હિસ્સો વધારવામાં નહીં આવે, તો પાણીનું સંકટ વધુ વકરે તેવી શક્યતા છે.
આ પણ વાંચો:ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતીઓને આપ્યા સારા સમાચાર, થોડા મહિનામાં ઘટશે વીજળીનું બિલ
આ પણ વાંચો:ગુજરાતમાં 957 કરોડ રૂપિયાનો ધુમાડો,છતાં વાયુ,જળમાં પ્રદૂષણ

