World News/ રશિયા હવે ઓઈલ વેચનાર નહીં, ખરીદનાર કેમ બન્યું?

યુક્રેને છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયાની અનેક મહત્વપૂર્ણ ઓઈલ (Oil)રિફાઇનરીઓ અને સ્ટોરેજ સુવિધાઓને ડ્રોન હુમલા (Drone Attack)નો નિશાન બનાવ્યા છે

World
દુનિયાના સૌથી મોટા ક્રૂડ ઓઈલ (Oil)ઉત્પાદકોમાં સામેલ રશિયા આજે પેટ્રોલની અછતનો સામનો કરી રહ્યું છે

World News : દુનિયાના સૌથી મોટા ક્રૂડ ઓઈલ (Oil)ઉત્પાદકોમાં સામેલ રશિયા આજે પેટ્રોલની અછતનો સામનો કરી રહ્યું છે. વર્ષોથી વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની નિકાસ કરતો દેશ હવે વિદેશમાંથી પેટ્રોલ ખરીદવા મજબૂર બન્યો છે. યુક્રેનના સતત ડ્રોન હુમલા (Drone Attack)ઓ બાદ રશિયાની અનેક મોટી ઓઈલ રિફાઇનરીઓને ભારે નુકસાન પહોંચતાં દેશમાં ઇંધણનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટ્યું છે.

યુક્રેનના હુમલા (Ukraine Attack)ઓથી રિફાઇનરીઓને ભારે ફટકો

યુક્રેને છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયાની અનેક મહત્વપૂર્ણ ઓઈલ (Oil)રિફાઇનરીઓ અને સ્ટોરેજ સુવિધાઓને ડ્રોન હુમલા (Drone Attack)નો નિશાન બનાવ્યા છે. અહેવાલો મુજબ ટોચની 10 રિફાઇનરીમાંથી 8 પર હુમલા થઈ ચૂક્યા છે. જેના કારણે રશિયાની રિફાઇનિંગ ક્ષમતામાં લગભગ 42.7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

આ હુમલાઓ બાદ પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઘટતાં દેશના અનેક વિસ્તારોમાં ઇંધણની અછત ઊભી થઈ છે. અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે અને કેટલાક વિસ્તારોમાં ખરીદી પર મર્યાદા પણ લગાવવામાં આવી છે.

શું ભારતથી રશિયા પેટ્રોલ ખરીદી રહ્યું છે?

 

આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ ભારતમાંથી પેટ્રોલ ભરેલા ટેન્કરો રશિયા પહોંચ્યા હોવાની ચર્ચા છે. જોકે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય કંપનીઓ સીધો રશિયાને ઇંધણ વેચતી નથી. શક્ય છે કે આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ કંપનીઓ મારફતે ભારતીય મૂળનું ઇંધણ રશિયા સુધી પહોંચી રહ્યું હોય.

રશિયા અછત દૂર કરવા શું કરી રહ્યું છે?

રશિયા હાલમાં બેલારુસ, કઝાકિસ્તાન (Kazakhstan)સહિતના દેશોમાંથી પેટ્રોલ અને અન્ય ઇંધણ આયાત કરી રહ્યું છે. બીજી તરફ દેશમાં પેટ્રોલની નિકાસ પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે અને ઘણા વિસ્તારોમાં સામાન્ય લોકોને મર્યાદિત માત્રામાં જ પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે.

સરકાર ડીઝલની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવાની સંભાવના પર વિચાર કરી રહી છે જેથી સ્થાનિક જરૂરિયાત પૂરી કરી શકાય.

રિફાઇનરીઓનું સમારકામ કેમ મુશ્કેલ છે?

યુદ્ધ અને પશ્ચિમી પ્રતિબંધોના કારણે રશિયાને રિફાઇનરીઓ માટે જરૂરી મશીનરી અને ટેક્નોલોજી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેટલીક મોટી રિફાઇનરીઓને સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં હજુ ઘણા મહિના લાગી શકે છે.

રશિયા ડ્રોન હુમલા કેમ રોકી શકતું નથી?

યુક્રેન લાંબા અંતર સુધી ઉડી શકતા આધુનિક ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. આ ડ્રોન નીચી ઊંચાઈએ ઉડતા હોવાથી રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ માટે તેમને શોધવા અને રોકવા મુશ્કેલ બને છે. ઉપરાંત સસ્તા ડ્રોન સામે મોંઘી મિસાઇલનો ઉપયોગ કરવો રશિયા માટે ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે.

વૈશ્વિક ઓઈલ બજાર પર શું અસર પડશે?

રશિયામાં ઉત્પાદન ઘટવાથી વૈશ્વિક ઇંધણ બજારમાં દબાણ વધી શકે છે. જોકે રશિયા પાસે હજુ પણ ક્રૂડ ઓઈલનો મોટો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ રિફાઇનિંગ ક્ષમતામાં ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલના પુરવઠા પર અસર જોવા મળી રહી છે. જો યુદ્ધ લાંબું ચાલશે તો વૈશ્વિક બજારમાં પણ તેની અસર વધુ સ્પષ્ટ બની શકે છે.


આ પણ વાંચો : રશિયા સાથે મિત્રતાના કારણે ભારતની કંપનીઓ પર પ્રતિબંધ? યુરોપીયન યુનિયનની મોટી સૈન્ય-આર્થિક કૂટનીતિ

આ પણ વાંચો : રશિયાએ યુક્રેન પર વરસાવી મિસાઈલો, જીવ બચાવવા હજારો લોકો સબવે સ્ટેશનમાં ભરાયા

આ પણ વાંચો : ઓઇલ બાદ હવે સ્ટીલ ક્ષેત્રે ભારત-રશિયાની મોટી ભાગીદારી, ચીનની ચિંતા વધી