Immigration & Foreigners Act 2026: પશ્ચિમ બંગાળ સરકારની ‘ડિટેક્ટ, ડિલીટ ઍન્ડ ડિપોર્ટ’ (ઓળખો, હટાવો અને દેશનિકાલ કરો) નીતિ બાદ ગ્રાઉન્ડ લેવલ પર મોટી વહીવટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ કડક અભિયાનના ડરથી બાંગ્લાદેશ સરહદે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની મોટી ભીડ જામવા લાગી છે. ઉત્તરી 24 પરગણા અને માલદા જિલ્લાના દૃશ્યો સાબિત કરે છે કે, સરકાર હવે માત્ર રાજકીય નિવેદનો આપવાને બદલે કડક એક્શન લઈ રહી છે.
સરહદે પાછા જવા માટે લાગી લાંબી લાઇનો(Bengal)
ઉત્તરી 24 પરગણાના બશીરહાટમાં આવેલા હકીમપુર ચેકપોઇન્ટ પર 100 થી વધુ બાંગ્લાદેશી નાગરિકો એકઠા થયા હતા, જેઓ જાતે જ પાછા બાંગ્લાદેશ જવા માંગે છે. પોલીસના હાથે પકડાઈ જવાના ડરથી અને હોલ્ડિંગ સેન્ટરોના કારણે ઘૂસણખોરો પોતે જ સરહદે પહોંચી રહ્યા છે. સરહદ પર આ ભીડ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના ‘ડિટેક્ટ, ડિલીટ ઍન્ડ ડિપોર્ટ’ નીતિના એલાન બાદ જોવા મળી છે.
CAA બહારના લોકો પર એક્શન અને હોલ્ડિંગ સેન્ટર
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, જે લોકો નાગરિકતા (સંશોધન) અધિનિયમ (CAA) ના કાયદાકીય દાયરામાં નથી આવતા, તેમને ગેરકાયદે ઘૂસણખોર માનીને BSF ને સોંપાશે. આ માટે રાજ્ય સરકારે જિલ્લાઓમાં હોલ્ડિંગ સેન્ટર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. માલદા દેશનો એવો પહેલો જિલ્લો બન્યો છે જ્યાં આવું સેન્ટર કાર્યરત થઈ ગયું છે.
માલદાના ઇંગ્લિશ બજારના ચંદન’ પાર્કમાં બનેલા આ સેન્ટરમાં હાલમાં 3 મહિલાઓ અને 6 સગીર સહિત 9 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને રાખવામાં આવ્યા છે. અહીં 24 કલાક CCTV કેમેરા અને 12 પોલીસ કર્મચારીઓ તહેનાત છે. આ નવી વ્યવસ્થા હેઠળ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખીને તેમની બાયોમેટ્રિક વિગતો સેન્ટ્રલ ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે.
‘ઇમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ ઍક્ટ, 2026’ હેઠળ કાયદો સખત
સરકારના આ પગલાંને નવા ‘ઇમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ ઍક્ટ'(Bengal) સાથે જોડવામાં આવી રહ્યું છે, જે દેખરેખ અને દેશનિકાલ માટે સંપૂર્ણ ટેક્નોલોજી આધારિત માળખું પૂરું પાડે છે. આ કાયદા હેઠળ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના રેન્કના અધિકારીને પણ શંકાસ્પદ ઘૂસણખોરોની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા મળી છે.
આ કાર્યવાહીથી બંગાળમાં(Bengal) રાજકારણ ગરમાયું છે. ભાજપ સાંસદ ખગેન મુર્મૂએ જણાવ્યું કે, રાજ્યની સુરક્ષા માટે આ જરૂરી છે. બીજી તરફ, સરકારે ખાતરી આપી છે કે CAA હેઠળ સુરક્ષિત લઘુમતીઓને આનાથી કોઈ નુકસાન નહીં થાય. નિયમો મુજબ, બાંગ્લાદેશ,(Bengal) પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 December 2024 પહેલાં ભારત આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે.
