Not Set/ શાહીબાગમાં ડમ્પર-એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત, યુવતીનું ઘટના સ્થળે જ મોત

અમદાવાદ, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક ડમ્પર અને એક્ટિવા વચ્ચેના અકસ્માતમાં હેતાંશી પટેલ નામની ધોરણ-11માં અભ્યાસ કરતી યુવતીનું મોત થઇ ગયું છે અને અન્ય એક યુવતીને ઇજાઓ થઇ છે, હેતાંશી પટેલ ઘેવર સર્કલ પાસે હેલ્મેટ પહેર્યા વિના ટ્યૂશનમાં જઈ રહી હતી, ત્યારે એક ડમ્પરે તેના એક્ટિવાને ટક્કર મારી હતી અને ડમ્પરનું વ્હીલ હેતાંશીના શરીર પર ફરી […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક ડમ્પર અને એક્ટિવા વચ્ચેના અકસ્માતમાં હેતાંશી પટેલ નામની ધોરણ-11માં અભ્યાસ કરતી યુવતીનું મોત થઇ ગયું છે અને અન્ય એક યુવતીને ઇજાઓ થઇ છે,

હેતાંશી પટેલ ઘેવર સર્કલ પાસે હેલ્મેટ પહેર્યા વિના ટ્યૂશનમાં જઈ રહી હતી, ત્યારે એક ડમ્પરે તેના એક્ટિવાને ટક્કર મારી હતી અને ડમ્પરનું વ્હીલ હેતાંશીના શરીર પર ફરી વળ્યું હતું, જેના પગલે તેનુ ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતુ, અકસ્માત બાદ લોકોના ટોળાં અહી ભેગા થઇ ગયા હતા અને હેતાંશીના મૃતદેહને ઢાંકીને તાત્કાલિક પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો અને ડમ્પર ચાલકની અટકાયત કરી હતી,

અહી અમે પણ તમને અપીલ કરીએ છીએ કે ટુ વ્હીલર હંમેશા હેલ્મેટ સાથે જ ચલાવો, આજે જો હેતાંશીએ હેલ્મેટ પહેર્યું હોત તો તે કદાચ બચી ગઇ હોત, તેના મોતથી તેના પરિવાર પર દુખ આવી પડ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.