Not Set/ શું રણવીર સિંહ ડોન-3માં શાહરૂખ ખાનની જગ્યા લઇ શકશે?

મુંબઈ, ડોન-૩ ફિલ્મમાં શાહરૂખ ખાનની જગ્યાએ હવે રણવીર સિંહ મુખ્ય રોલ અદા કરનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ શાહરૂખખાનને ફિલ્મમાંથી પડતો મુકી દેવામાં આવ્યો છે. હાલના દિવસોમાં શાહરૂખ ખાન અને ફરહાન અખ્તરની સુપરહિટ ફિલ્મ ડોન-૩ ફિલ્મને લઇને ચર્ચા ચાલી રહી હતી. ડોનના નિર્માતાએ વાતચીતમાં કહ્યુ છે કે હાલના દિવસોમાં ફિલ્મની પટકથા પર કામ શરૂ થઇ રહ્યુ […]

Uncategorized

મુંબઈ,

ડોન-૩ ફિલ્મમાં શાહરૂખ ખાનની જગ્યાએ હવે રણવીર સિંહ મુખ્ય રોલ અદા કરનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ શાહરૂખખાનને ફિલ્મમાંથી પડતો મુકી દેવામાં આવ્યો છે. હાલના દિવસોમાં શાહરૂખ ખાન અને ફરહાન અખ્તરની સુપરહિટ ફિલ્મ ડોન-૩ ફિલ્મને લઇને ચર્ચા ચાલી રહી હતી.

ડોનના નિર્માતાએ વાતચીતમાં કહ્યુ છે કે હાલના દિવસોમાં ફિલ્મની પટકથા પર કામ શરૂ થઇ રહ્યુ છે. જેમ જ પટકથા પર કામ પૂર્ણ કરી લેવામાં આવશે તેમ કલાકારોના સંબંધમાં જાહેરાત કરવામાં આવનાર છે. પટકથા બાદ તરત ફિલ્મ પર કામ શરૂ કરાશે. રણવીર સિંહને વધુ એક મોટી ફિલ્મ મળી ગઇ છે. રણવીર હાલમાં એક પછી એક હિટ ફિલ્મ કરી રહ્યો છે.

જાણકાર લોકોની પાસેથી મળેલી માહિતી મુજબ તે હાલમાં સિમ્બા અને ગલ્લી બોય જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. તેની પાસે યશરાજની એક ફિલ્મ પણ આવી ગઇ છે. જેમાં તે પૂર્વ મીસ વર્લ્ડ માનુષી છિલ્લરની સામે કામ કરી રહ્યો છે. જો કે શાહરૂખ ખાન અને ફરહાન દ્વારા કોઇ ટિપ્પણીઁ કરવામાં આવી નથી. ફરહાન અખ્તરની ડોન ફ્રેન્ચાઇસ અમિતાભ બચ્ચનની ફિલ્મ ડોનની રીમેક ફિલ્મ છે.

આ સિરિઝની પ્રથમ ફિલ્મ વર્ષ 2006માં રજૂ કરાઇ હતી. જેમાં શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડાની ભૂમિકા હતી. આ સિરિઝની બીજી ફિલ્મ ડોન-2 ડિસેમ્બરમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં શાહરૂખખાન અને લારા દત્તાની મુખ્ય ભૂમિકા હતી. પ્રિયંકા ચોપડા બીજા ભાગમાં પણ મુખ્ય અભિનેત્રી તરીકે રહી હતી.

બીજી ફિલ્મ સુપર હિટ સાબિત થઇ હતી. ત્યારબાદ ફિલ્મના નિર્માતા નિર્દેશકોએ વધુ એક ફિલ્મ બનાવવા માટેની જાહેરાત કરી  હતી. ત્યારબાદથી ફિલ્મના આગામી હિસ્સાને લઇને ચર્ચા ચાલી રહી હતી. હવે રણવીરની ભારે ચર્ચા જાવા મળી રહી છે.