Citizen Co-operative Bank/ રાજકોટની નાગરિક સહકારી બેન્કમાં આરબીઆઈની તપાસની ચર્ચાને પગલે ચકચાર

જુનાગઢની નાગરિક સહકારી બેન્કમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ અંગે રાજકોટ નાગરિક સહકારી બેન્કના મિડીયા કોઓર્ડિનેટર અલ્પેશ મહેતાએ મિડીયાને જણાવ્યું હતું કે રાજકોટની બેન્કમાં

Gujarat Rajkot
રાજકોટ નાગરિક સહકારી બેન્ક

કરોડોની જમીન ટેન્ડર મારફતે સસ્તા ભાવે વેચી દેવાનો નાગરિક સહકારી બેન્ક સામે આક્ષેપ થતા ચકચાર જાગી છે. રાજકોટની નાગરિક સહકારી બેન્કમાં આરબીઆઈની તપાસ પણ ચાલતી હોવાનું કહેવાય છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા બે જણાને સમન્સ પાઠવ્યા હોવાની તથા.આ બેન્ક સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ દાખલ થઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

જુનાગઢની નાગરિક સહકારી બેન્કમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ અંગે રાજકોટ નાગરિક સહકારી બેન્કના મિડીયા કોઓર્ડિનેટર અલ્પેશ મહેતાએ મિડીયાને જણાવ્યું હતું કે રાજકોટની બેન્કમાં કોઈ કાર્યવાહી કે તપાસ ચાલી રહી નથી. રાજકોટની નાગરિક સહકારી બેન્ક હેડ ઓફિસ હોવાથી હાલમાં વહીવટી કામગીરી ચાલી રહી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે પાટણના એક ખાતેદારને તેમની બેન્કે લોન આપી હતી. તેણે પ્રેશર ટેકનીકનો ઉપયોગ કરીને વિવિધ મિડીયા સમક્ષ એકપક્ષી માહિતી રજૂ કરી છે.

પ્રેશર ટેકનીક અપનાવનારા શખ્સ સામે કોઈ કાર્યવાહી કરાશે કે કેમ તે અંગે પુછતા અલ્પેશ મહેતાએ કહ્યું હતું કે રીકવરીની સમગ્ર કાર્યવાહી કલેક્ટર દ્વારા કબજો મળે અને બાદમાં બેન્ક દ્વારા જવાબ અપાતો હોય છે. આ આખી કોર્ટ કાર્યવાહી છે તેમાં કોઈ સ્ટેપ નથી હોતા.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

 

 

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

 

 

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….