Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નાની ભાગોળ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં Sardar Vallabhbhai Patelની પ્રતિમા(Statue) ને અજાણ્યા શખ્સ દ્વારા છાણ લગાવાયું હોવાની માહિતી મળી છે. પ્રતિમાના ચહેરા સહિતના ભાગોને નિશાન બનાવતા આ કૃત્યને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

ઘટનાની જાણ થતા આગેવાનો અને યુવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પ્રતિમા(Statue)ને પવિત્ર જળથી શુદ્ધ કરી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ આ મામલે પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને આસપાસના સીસીટીવી કેમેરા તેમજ અન્ય સર્વેલન્સ આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે અને વહેલી તકે આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
